તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોષણક્ષમ ભાવ:1767 ખેડૂતો પાસેથી 86,640 કવિન્ટલ ઘઉંની ખરીદી

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંના રૂપિયા 17.11 કરોડ અને ચણાના રૂપિયા 18.73 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા

જિલ્લાના 1767 ખેડૂતો પાસેથી 86640 કવિન્ટલ ઘઉંની ખરીદી કરાઈ છે જ્યારે 3796 ખેડૂતો પાસેથી 36728 કવિન્ટલ ચણાની ખરીદી કરાઈ છે. રૂ. 17.11 કરોડ ઘઉંના અને રૂ. 18.73 કરોડ ચણાના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

પોરબંદર જીલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓની ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ચાલુ વર્ષે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં તથા ચણાની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ ખરીદી માટે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લીમીટેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પોરબંદર જીલ્લામાં કુલ 1767 ખેડૂતો પાસેથી 86640 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી છે. આ ખરીદી તા. 3પમી જૂનના રોજ ખરીદી પૂર્ણ થતાં તમામ ખેડૂતોને રૂ. 17.11 કરોડ ડીબીટી દ્વારા સીધા જ તેઓના ખાતામાં નાણાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

તેમજ જીલ્લાના કુલ 3796 ખેડૂતો પાસેથી 36728 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી છે અને આ ખરીદી તા.10મી જૂનના રોજ ખરીદી પૂર્ણ થતાં તમામ ખેડૂતોને રૂ.18.73 કરોડ ડીબીટી દ્વારા સીધા જ તેઓના ખાતામાં નાણાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...