'આપ'ના ભગવત માન કીર્તિમંદિરે:પોરબંદર ખાતે પંજાબના મુખ્યમંત્રીનું ભવ્ય રોડ-શો; ગાંધી જન્મભૂમિથી પ્રચારનો ધમધમાટ

પોરબંદર3 મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદર ખાતે આજે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટી માટે રોડ-શો યોજ્યો હતો. રોડ-શો પૂર્વે કીર્તિમંદિરની મુલાકાત લીઘી હતી.

ગાંધીજી અને કસ્તુરબાના ચિત્રને પુષ્પાંજલી અર્પી
આજે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટી માટે રોડ-શો યોજ્યો હતો. રોડ-શો પૂર્વે ભગવંત માને રાષ્ટ્રપિતા માહાત્મા ગાંધીની જન્મભૂમિ કીર્તિમંદિરની મુલાકાત લઈ ગાંધીજી અને કસ્તુરબાના તૈલી ચિત્રને પૂષ્પાજંલી અર્પણ કરી હતી.

માને કહ્યું, 'આપ'ની સરકાર બનશે
કીર્તિમંદિર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં પંજાબના મુખ્યમંત્રીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે. સાથે જ તેઓએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી સર્વેમાં નહીં પરંતુ સરકારમાં જ આવે છે.

અન્ય સમાચારો પણ છે...