તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પોરબંદરમાં જાહેર શૌચાલય વહેલા બંધ કરી દેવાતાં વેપારી સહિતના લોકો પરેશાન

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં શહેરમાં ગટરની નવી ચેમ્બર બનાવા સહિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ

પોરબંદરમાં જાહેર સૌચાલય વહેલા બંધ કરી દેવાતાં હોવાથી વેપારી સહિતના લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં શહેરમાં ગટરની નવી ચેમ્બર બનાવા સહિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી.પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂ દ્વારા તંત્રને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે શહેરના રસ્તાઓની મરામત જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે.

અમુક સ્થળોએ ખોદકામ થયા બાદ ફરીથી મરામત થઈ રહી છે. વાઘેશ્વરી પ્લોટ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાનું કામ થઈ રહ્યું છે. ત્યારે આ માર્ગો પર મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોવાથી અકસ્માતો પણ થાય છે. જેથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને ભૂગર્ભ ગટરની નવી ચેમ્બર બનાવવા અંગે પણ રજૂઆત થઇ હતી. શહેરમાં જિલ્લા પંચાયત કચેરી નજીકના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરો ન હોવાથી દરરોજ ગટરના ગંદા પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.

ઉપરાંત રાણીબાગ પાછળની ગલીમાં તેમજ અન્ય સ્થળોએ સુલભ સૌચાલય આઠ વાગ્યામાં જ બંધ કરી દેવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું. શૌચાલયો વહેલા બંધ કરી દેવામાં આવતા હોવાના કારણે વેપારીઓ સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે વહેલું શૌચાલય અને બાથરૂમ બંધ કરી દેવાતાં હોવાથી નાના ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. જેથી નિયમ પ્રમાણે તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...