તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:પોરબંદરમાં આકરા તાપથી જનજીવન ત્રસ્ત, બપોરના સમયે રસ્તા સુમસામ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા ત્રણ દિવસમાં 10 ડિગ્રી તાપમાન ઉચકાયું, લઘુતમ તાપમાન 20 ડિગ્રી

પોરબંદરમાં ગઈકાલથી આકરો તાપ પડી રહ્યો છે. આકરા તાપથી જનજીવન ત્રસ્ત થયું છે. શહેરમાં બપોરબના સમયે રસ્તા સુમસામ ભાસી રહ્યા હતા.

પોરબંદર જિલ્લામાં હાલ ભારે ગરમી પડી રહી છે. સવારથી જ વાતાવરણમાં બફારો જોવા મળે છે અને બપોરે આકરો તાપ પડી રહ્યો છે. પોરબંદરમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી આસપાસ પહોંચ્યું છે. અને લઘુતમ તાપમાન 20 ડીગ્રી નોંધાયું છે. બે દિવસથી આકરો તાપ પડી રહ્યો છે. લોકો આકરા તાપથી રક્ષણ મેળવવા ઠંડા પીણા તરફ વળ્યાં છે. અને પંખા એસી જેવા ઉપકરણો નો સહારો લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ 10 ડીગ્રી તાપમાન ઉચકાયું છે. બફારાને કારણે લોકો કામ પૂરતા જ હાઇવે પર નીકળે છે. વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે જેથી જનજીવન ત્રસ્ત બન્યું છે. શાંજ સમયે પણ વાતાવરણમાં ગરમી નો અહેસાસ થઈ રહ્યો છે.

લુ ના લક્ષણો અને ગરમીથી બચવાના ઉપાયો
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જણાવ્યું હતું કે લુ લાગવાથી શરીરમાં અળઈઓ, પરસેવો થવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો, અશક્તિ, ઉલટી, ઉબકા આવે જેથી આવા લક્ષણો થાય તો તુરંત 108 પર ફોન કરવો અથવા નજીકના હોસ્પિટલ અથવા હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો. વધુ પ્રમાણમાં પાણી, છાસ કે અન્ય પ્રવાહી પીવું, લાંબો સમય તડકામાં ન રહેવું, ઠંડક વાળા સ્થળ પર સમયાંતરે આરામ કરવો, હળવા રંગના કપડા પહેરવા.

પોરબંદરમાં તા. 25 ના રોજ મહત્તમ તાપમાન 37.7 ડીગ્રી અને લઘુતમ 20.4 ડીગ્રી રહ્યું હતું. જ્યારે તા. 26ના 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાતા જનજીવન ત્રસ્ત થયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો