તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન- જાગૃતિ:પોરબંદરમાં સ્વચ્છતા રથના માધ્યમથી કોરોનાને લઇ જન- જાગૃતિ ફેલાવાશે

બગવદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 32 ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં રથને ફેરવી કોરોના-રસીકરણનો પ્રચાર કરાશે

પોરબંદર જિલ્લાના આરોગ્ય શાખા અને આગાખાન સંસ્થાના ઉપક્રમે પોરબંદર તાલુકાના 32 ગામડાઓ અને અર્બન વિસ્તારોમાં ‘સ્વચ્છતા રથ’ નું આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી કોરોનાની બીમારીથી સાવધાન રહેવા અને રસીકરણ કરવા અંગે જન-જાગૃતિ ફેલાવવામાં આવશે. આરોગ્ય શાખા તથા આગાખાન સંસ્થા દ્વારા ‘સ્વચ્છતા રથ’ નું બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધવામાં હોય અને લોકો કોરોના બીમારીથી સાવચેત રહે તેવા ઉમદા હેતુથી જીલ્લાના આરોગ્ય શાખા અને આગાખાનના સંયુક્ત ઉપક્રમે જીલ્લાના ગામડાઓ અને અર્બન વિસ્તારોમાં ‘સ્વચ્છતા રથ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય શાખાના તબીબો, હેલ્થ વર્કરો તથા આશા બહેનો દ્વારા લોકોને વારંવાર હાથ ધોવા, જાહેર સ્થળો પર યોગ્ય સામાજીક-અંતર જાળવવું, મોઢે માસ્ક પહેરવું વગેરે જેવી બાબતોએ જાગૃત કરવામાં આવશે અને 45 થી વધુની ઉમરના લોકો કોરોનાની રસી સમયસર મેળવી લે તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. આ ‘સ્વચ્છતા રથ’ 4 દિવસ દરમ્યાન પોરબંદર તાલુકાના 32 ગામડાઓમાં ફરીને જન-જાગૃતિ ફેલાવશે. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો