માર્ગદર્શન:મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓમાં રહેલો પરીક્ષાનો ભય દૂર કરશે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિકની નિમણૂંક કરાઇ
  • વાલીઓ કોલ કરીને માર્ગદર્શન મેળવી શકશે

રાજ્યભરમાં આગામી 28 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. આ પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓમાં ભય જોવા મળતો હોય છે. જેને લઇને શિક્ષણ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં મનોવૈજ્ઞાનિકની નિમણૂક કરવામાં આવી છે. જેને વિદ્યાર્થીઓ તથા વાલીઓ કોલ કરીને માર્ગદર્શન મેળવી શકશે.

પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નિશ્ચિંત બનીને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે પોરબંદર જીલ્લામાં શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પોરબંદર દ્વારા મનોવૈજ્ઞાનિક અને એમ. એમ. વી. હાઇસ્કુલ મોકરના મદદનીશ શિક્ષક જીગ્નેશભાઈ પ્રશ્નાણીની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓ મોબાઇલ નંબર 9824364362 નંબર ઉપર કોલ કરીને માર્ગદર્શન મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...