પોરબંદર જિલ્લામાં સમયસર પહેલો વરસાદ થયેલ અને ખેડુતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર કરેલ છે. હાલ વરસાદ ખેંચાતા પાણીની જરૂરીયાત હોય ઉભેલ પાક સુકાઇ રહયો છે. પાક બચાવવા કુવામાં પાણીના સ્તર ઉંચા આવેલ નથી. ખેડુતઓએ આજુબાજુના સિંચાઇના સ્ત્રોતમાંથી લાઇનો પાથરી સિંચાઇ કરેલ છે. પરંતુ હાલ ફરીથી પાકને સિંચાઇ માટે પાણીની જરૂરીયાત ઉભી થઇ હોય, ખેડુતોએ મોટો ખર્ચ કરેલ હોય, બિયારણ, ખાતર અને દવાઓ માટે બોજો ખેડુતોએ ઉછીના લઇને કરેલ છે.
ખેડુતોને સારા પાક ઉપર આધાર રહેલો હોય અને પાણી ન મળવાને કારણે ઉભો પાક સુકાઇ જશે, અને ખેડુતો પાયમાલ થઇ જશે, જેથી પોરબંદર જિલ્લાના ડેમોમાં વરસાદી પાણી આવેલ હોય, આવા ડેમોમાં સોરઠી ડેમ, વર્તુ ડેમ, ધ્રોકળ તેમજ કુતિયાણા અને રાણાવાવ તાલુકાના ડેમોમાં પાણી હોય તેમાંથી ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે તો ખેડુતોનો મહામુલ્ય પાક બચાવી શકે અને વરસાદ પણ પહોંચી આવે જેથી ખેડુત પણ બોજાઓમાંથી નીકળી શકે.
સિંચાઇના પાણી પુરતુ ખેડુતોની માંગણી મુજબના જે નજીકના ડેમમાં પાણી હોય તેને કેનાલ વાટે પાણી આપવામા આવે તેવી જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદરાએ સિંચાઈ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.