રજૂઆત:પોરબંદરમાં પહેલા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવો બાદમાં વેરાે વસુલો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ પ્રજાને ખાતરી આપવી જોઇએ તેવી માંગ સાથે સુધરાઈ સભ્યની રજૂઆત

પોરબંદર પાલિકા દ્વારા પહેલા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવો પછી વેરો વસુલો તેવી સુધરાઈ સભ્યએ રજુઆત કરી છે.

પોરબંદરના સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી જણાવ્યું હતું કે, પોરબંદર છાયા પાલિકા દ્વારા ઘરે ઘરે જઈને વેરાના બિલો આપવામાં આવી રહ્યા છે જેમાં પાણીવેરો, સ્ટ્રીટલાઈટ વેરો, ભૂગર્ભ ગટર વેરોના બિલ આપવામાં આવી રહ્યા છે પરંતુ ખારવાવાડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જામ થઈ જાય છે જેથી ગટરો ઉભરાવાની સમસ્યા જોવા મળે છે. ગટરો ઉભરાતા ગંદુ પાણી માર્ગો પર ફરી વળે છે. જેથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ ફેલાય છે. સફાઈ કર્મીઓ અન્ય વોર્ડમાં મૂકી દેવામાં આવે છે. પૂરતી સફાઈ થતી નથી. પાણી પણ અનિયમિત આવે છે.

હાલ પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા બન્ને ડેમમા પણ પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ચાર પાંચ દિવસે મર્યાદિત સમયમાં પાણી આવે છે. સ્ટ્રીટલાઈટો પણ બંધ રહે છે. અને રજુઆત કરવા છતાં સ્ટ્રીટલાઈટો રીપેર થતી નથી. પ્રાથમિક સુવિધાનો અભાવ છે ત્યારે પાલિકા દ્વારા પહેલા પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને બાદમાં લોકો પાસે વેરો વસુલવો જોઈએ. વેરો વસુલાત માટે તંત્ર ઢોલ વગાડે છે પરંતુ સુવિધા આપવા માટે તંત્રએ પ્રજાને ખાતરી આપવી જોઈએ તેવી પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...