સુવિધા:ડે કેર કીમોથેરાપી સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ કરો

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની ચકાસણી માટે FNAC ટેસ્ટ કરવામાં આવતો નથી
  • કેન્સરના દર્દી રીફર કરવામાં આવે છે : હોસ્પિટલમાં કેસ સાચવવા, દવા - ઇન્જેક્શન સાચવવા કબાટ પણ ઉપલબ્ધ નથી

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ડે કેર કીમોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ અહી કેસ સાચવવા અને દવા રાખવા કબાટ નથી. દર્દીઓના કેટલાક ટેસ્ટ માટેની કીટ નથી જેથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે થોડા દિવસો પહેલા ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લાના કેન્સરના દર્દીઓ માટે ઘર આંગણે જ સારવાર થઈ શકે અને બહારગામ ઘકકા ખાવા ન પડે તે માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં દર વર્ષે કેન્સરના નવા 70 હજાર દર્દીઓ નોંધાઇ છે. 38 હજાર દર્દીઓના મોત થાય છે. પોરબંદર જિલ્લામાં 2019ની માહિતીના તારણ પ્રમાણે 850 જેટલા કેન્સરના દર્દી નોંધાયા છે. બાદ 2 વર્ષમાં આ દર્દીઓનો વધારો થયો છે.

પોરબંદર સિવિલમાં ડે કેર કીમોથેરાપી ખાતે કેન્સરના દર્દીઓ જેઓને અમદાવાદ જીસીઆરઆઈ માંથી જરૂરી દવા અને ઇન્જેક્શન આપવામાં આવે છે. કેન્સરના દર્દીઓને પોરબંદર રીફર કરવામાં આવે છે. અહી ત્યાંથી પૂરતા પ્રમાણમાં દવા ઉપલબ્ધ કરવામાં આવી નથી. તેમજ કેસ સાચવવા અને દવા, ઇન્જેક્શન સાચવવા કબાટ પણ ઉપલબ્ધ નથી. ત્યારે આ દવા અને કેસ બગડી જાય તે પહેલા કબાટની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ ઉપરાંત કેન્સરના દર્દીઓની ચકાસણી માટે FNAC ટેસ્ટ કરવામાં આવતો નથી અને કેટલાક ટેસ્ટ માટે કીટ પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેથી અહી સુવિધા વધારવામાં આવે તેવી સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે.

ખાનગી લેબ સાથે એમઓયું થયા છે
સિવીલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. દિવ્યાબેન દાગા એ જણાવ્યું છેકે, કેન્સર ના દર્દીઓ માટેના કેટલાક ટેસ્ટ લેબમાં થતા નથી પરંતુ આવા ટેસ્ટ માટે ખાનગી લેબ ખાતે એમઓયુ કરવામાં આવ્યું છે. જેથી આવા દર્દીઓને ટેસ્ટ માટે ખાનગી લેબ ખાતે મોકલવામાં આવે છે અને તેનો ચાર્જ હોસ્પિટલ ચૂકવે છે. કબાટ માટે અને દવાઓ માટે ડિમાન્ડ મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...