તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેડી હોસ્પિટલમાં અસુવિધા:શૌચાલય, કેન્ટીંગ, છાપરા સહિતની સુવિધા આપો, ખારવા ચિંતન સમિતિ દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરવામાં આવી

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાની સરકારી લેડી હોસ્પિટલ ખાતે અસુવિધાઓ છે. જિલ્લાની એકમાત્ર સરકારી લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે જિલ્લાભરના મહિલા દર્દીઓ આવે છે. આ હોસ્પિટલ ખાતે મહિલા દર્દીના પરિવારજનો પણ આવતા હોય છે. અને મહિલા દર્દી દાખલ થાય ત્યારે પુરુષોને બહાર પટાંગણમાં સુવા બેસવાનું થતું હોય છે પરંતુ આ હોસ્પિટલના પટાંગણમાં શૌચાલયની સુવિધા નથી જેથી દર્દી સાથે આવનાર પુરુષોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને બહાર અન્ય સ્થળે વોશરૂમ માટે દુર સુધી જવું પડે છે. ઉપરાંત પટાંગણમાં બેઠકની વ્યવસ્થા નથી જેથી દર્દીના સબંધીને બહાર ખુલ્લામાં ભોજન કરવું પડે છે.

પટાંગણમાં છત પણ નથી જેથી ચોમાસા દરમ્યાન ભારે મુશ્કેલી ઉભી થાય છે. અહીં ખિલખિલાટ ની ટીમ અને સિક્યુરિટી ગાર્ડને પણ શૌચાલયના અભાવે મુશ્કેલી પડે છે. દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મહિલા દર્દીના પરિવારજનોને હાલાકી વેઠવી પડી રહી છે. જેથી હોસ્પિટલમાં કેન્ટીન, શૌચાલય, બેઠક વ્યવસ્થા તેમજ છત સહિતની સુવિધા તાકીદે ઉપલબ્ધ કરવામાં આવે તેવી ખારવા ચિંતન સમિતિના જીવનભાઈ જુંગી સહિતના કાર્યકરોએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...