રજુઆત:નવી ચોપાટી ખાતે પીવાના પાણી, શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક શહેરીજનો અને પ્રવાસીઓને મુશ્કેલી પડે છે, સામાજિક આગેવાનની રજુઆત

પોરબંદરની નવી ચોપાટી ખાતે પીવાના પાણીની તથા શૌચાલયની સુવિધા નથી. નવી ચોપાટી ખાતે સવારે સિનિયર સિટીઝનો થી માંડીને બાળકો, મહિલાઓ યોગ, સ્વિમિંગ તથા વોકિંગ માટે આવતા હોય છે તેમજ શાંજે પણ શહેરીજનો વોકિંગ માટે આવે છે અને રાત્રે શહેરીજનો ચોપાટી ખાતે ટહેલવા આવતા હોય છે. પોરબંદરની ચોપાટી આકર્ષણનું કેન્દ્ર છે. હાલ ઉનાળો તેમજ વેકેશન હોવાથી ચોપાટી ખાતે લોકોની સંખ્યા વધે છે. વેકેશનના કારણે અનેક પ્રવાસીઓ પણ ચોપાટીની મુલાકાતે આવે છે. નવી ચોપાટી ખાતે પીવાના પાણીની સુવિધા ન હોવાને કારણે શહેરીજનો અને પ્રવાસીઓને વેચાતું પાણી લેવું પડે છે.

આ ઉપરાંત નવી ચોપાટી ખાતે શૌચાલયની સુવિધા નથી જેને કારણે શહેરીજનો અને પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને સિનિયર સિટીઝનોને હાલાકી વેઠવી પડે છે અને ખુલ્લામાં જતા ક્ષોભ અનુભવે છે. જૂની ચોપાટી ખાતે શૌચાલય છે પરંતુ નવી ચોપાટી થી જૂની ચોપાટીનું અંતર વધુ છે. વળી જૂની ચોપાટી વિકાસ પામેલ હોય જેથી નવી ચોપાટી ખાતે લોકો ઉમટી પડતા હોય છે આથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી સામાજિક આગેવાન દ્વારા પાલિકા તંત્ર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...