તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ખેડૂતો મુદ્દે કોંગ્રેસનાં ધરણાં, ટ્રેક્ટર રેલી કાઢી વિરોધ પ્રદર્શન

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડિયા ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા - Divya Bhaskar
અર્જુન મોઢવાડિયા ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા
  • પોલીસે 30થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી

પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ટ્રેક્ટર રેલી કાઢી ખેડૂત મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારે પોલીસે 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. દેશભરમાં ખેડૂતોની દયનીય સ્થિતિ બની હોય અને સરકાર દ્વારા નવા નિયમો, કાયદો બનાવ્યો હોવાના કારણે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ઉઠયો છે. દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો ઘર છોડીને તડકા અને ટાઢમાં દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો વિરુદ્ધ 3 કાળા કાયદાઓ લાદવામાં આવ્યા હોવાનો પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં 30 થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતોએ ધરણા કાર્યક્રમ યોજી રેલીનું આયોજન કર્યુ હતું. ગુજરાતના દરેક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેમાં પોરબંદરમાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા અને નાથાભાઈ ઓડેદરા સહિત જિલ્લા ભરમાંથી આગેવાનો ઉમટી પડ્યા હતા. અને સરકારને જગાડવા માટે ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન તથા વિશાળ ટ્રેક્ટર રેલી યોજી હતી. ત્યારે પોલીસ દ્વારા પણ 30થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

અર્જુન મોઢવાડિયા ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા
પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્રણ કાળા કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા પોતે ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો