તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમિકલયુક્ત પાણીનો વિરોધ:જેતપુરનું પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવવા સામે પોરબંદરમાં વિરોધ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવ પોરબંદર સી કમિટીએ વાહનોમાં સ્ટિકર લગાવી, કાળા ફુગ્ગા આપ્યા

જેતપુરનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવા સામે વિરોધ ઉભો થયો છે ત્યારે સેવ પોરબંદર સી કમિટી દ્વારા સમુદ્ર બચાવવા વાહનોમાં સ્ટીકર લગાવી, બાળકોને કાળા ફુગ્ગાઓ આપી જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો છે.

જેતપુરના ઉદ્યોગોનો કેમિકલ યુક્ત કદળો પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેકટ સામે સમગ્ર પોરબંદરમાં વિરોધ થઈ રહ્યો છે. સમાજના આગેવાનો અને સંસ્થાઓ દ્વારા આ પ્રોજેકટ રદ કરવા આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે આજે શહેરમાં અનોખો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો જેમા સેવ પોરબંદર સી કમિટી જેમાં 100 થી વધુ સંસ્થાઓ જોડાઈ છે. આ કમિટીના અધ્યક્ષ ડો. નૂતનબેન ગોકાણી, રાજેશભાઇ લાખાણી સહિતના અનેક કાર્યકરો દ્વારા સામાજિક અંતર જાળવી ફુવારા નજીક સેવ પોરબંદર સી ના સ્ટીકરો વાહનોમાં લગાવવામાં આવ્યા હતા અને બાળકોને કાળા ફુગ્ગા આપવામાં આવ્યા હતા. ડો. નૂતનબેને જણાવ્યું હતું કે જો જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો દરિયાઈ સૃષ્ટિ નાશ પામશે અને માછીમાર સમાજને મોટું નુકસાન થશે. આ કમિટી દ્વારા બાળકોને કાળા ફુગ્ગા આપવામાં આવ્યા છે કારણકે જો કેમિકલ યુક્ત પાણી દરિયામાં આવશે તો બાળકોનું ભવિષ્યકાળું થશે.

અન્ય સમાચારો પણ છે...