વિરોધ:રાજ્યભરની શાળાઓમાં છ માસિક પરીક્ષા એક સમાન ટાઇમટેબલમાં લેવા સામે વિરોધ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા DEO ને આવેદન પાઠવવામાં આવ્યું

ગુજરાત રાજય શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને આગામી છ માસિક પરીક્ષા એક જ તારીખે અને એક જ સમયે કરવાનો પરીપત્ર કરવામાં આવ્યો છે. જેની સામે પોરબંદર સહિત તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે DEO ને આવેદન પાઠવ્યું હતું અને આ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે સ્વનિર્ભર શાળાઓના પ્રતિનિધિ મંડળે DEO ને મળીને રજૂઆત કરી હતી કે આ પરીક્ષાઓ અંગે અગાઉથી સ્વનિર્ભર શાળાઓને ચર્ચા-વિચારણા માટે બોલાવવામાં આવેલ નથી કે શાળાઓને આ આયોજન બાબતમાં વિશ્વાસમાં લીધેલ નથી.

દરેક શાળાઓની કોવિડને કારણે કોર્સ બાબતે ગ્રામ્ય, તાલુકા કે શહેરની ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણની પરિસ્થિતિ અલગ અલગ છે ત્યારે આ આયોજન અનેક વિસંગતતાઓ ઊભી કરે છે. ઉપરાંત બોર્ડે આપેલા ટાઈમટેબલ અનુસાર ધોરણ 9 અને 11 ની પરીક્ષા સવારે 10:30 થી 12:30 અને ધોરણ 10 તથા 12 ની પરીક્ષા બપોરે 2 થી 5 ના સમયમાં યોજવા સુચના આપેલ છે. આ સમય દરેક શાળા માટે અશક્ય બનશે કારણ કે ઘણી શાળાઓમાં સવારના સમયમાં ધોરણ-૯ થી ૧૨ ચલાવે છે અને બાકીના સમયમાં પ્રાથમિક વિભાગ ચલાવે છે.

આથી એક જ પાળીમાં આવતા વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે બોલવાથી શાળાની વાહન વ્યવસ્થા પણ શક્ય બનશે નહીં અને આ જ સમયગાળામાં પ્રાથમિક વિભાગની પણ પરીક્ષાઓ યોજવાની હોવાથી આ સમયનું નિર્દેશન પ્રમાણે કોઈપણ શાળા પરીક્ષા યોજી શકે તેવું શક્ય બનશે નહીં તેની ગંભીરતા સમજી આયોજન નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે રદ કરવા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...