કાર્યવાહી:પોરબંદરમાં માસ્ક ન પહેરનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા 1000નો દંડ ફટકાર્યો

પોરબંદરના જાગૃત યુવાને માસ્ક ન પહેરનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરતા કાર્યવાહી કરાઈ હતી. કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા 1000નો દંડ ફટકારી ફરજિયાત પણે માસ્ક પહેરવા સૂચના આપી હતી. સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસની મહામારીના કારણે લોકો પરેશાન બન્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત અને ગુજરાત સરકાર દ્વારા પણ સમયાંતરે દેશમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિધ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પોરબંદર શહેરમાં આવેલ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એલ. આહિર તથા કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોરબંદરના જાગૃત યુવાન સિધ્ધાર્થ બુધ્ધદેવ દ્વારા સોશયલ મીડિયાના માધ્યમથી માસ્ક ન પહેરનાર પોલીસ સ્ટાફ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે તેઓએ માસ્ક ન પહેરનાર પોલીસના ફોટો અને વિડીયો વાયરલ કર્યા હતા. અને આ અંગે પોલીસ સ્ટેશનના પીઆઇને રજૂઆત પણ કરવામાં આવી હતી. જેથી કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પી આઈ એચ એલ આહીર દ્વારા માસ્ક ન પહેરનાર બે પોલીસ કર્મચારીને દંડ કરવાની કાર્યવાહી કરાઈ હતી. માસ્ક ન પહેલા નગર પાલિકાના 3 કર્મચારી અને બે પોલીસ કર્મચારી વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી ફરજિયાત પણે માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...