તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:જાહેર ઓટલા પર બેસતા 9 શખ્સો સામે કાર્યવાહી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટોળે-વળીને બેસનારાઓ સામે પોલીસની લાલઆંખ
 • જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ

પોરબંદર જિલ્લામાં કોવિડ-19 અંગેના જાહેરનામાનો ભંગ કરી, યોગ્ય સામાજીક-અંતર રાખ્યા વગર જાહેર ઓટલા ઉપર એકબીજાની આજુ-બાજુમાં બેસનારા ૯ શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

પોરબંદર શહેરના કસ્તુરબા ગાંધી રોડ પર આવેલી હરસિધ્ધી-ચાની સામેના જાહેર ઓટલા ઉપર પોતાની વચ્ચે યોગ્ય સામાજીક-અંતર ન જળવાઇ તે રીતે બેસી, પોતાને અને જાહેરમાં કોરોનાનો ચેપ ફેલાઇ શકે તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કરતા મનોજ ઉર્ફે બાબુ દેવજીભાઈ સરૈયા, નરેન્દ્રભાઈ વાલજીભાઈ જાદવ, કીરીટ હરીલાલ્ભાઈ મુરબીયા, શસીધર ઉર્ફે સસીયો જગદીશભાઈ પ્રશ્નોરા, સંદિપ ઉર્ફે જાંબુ સતીષભાઈ મકવાણા, દિપક ઉર્ફે ઘુઘુ વલ્લભભાઈ પરમાર, વિનોદ ઉર્ફે વિનુ જીવાભાઈ ડાભી, દિલીપ ઉર્ફે ગડેરો અમૃતલાલ મકવાણા તથા વિશાલ ઉર્ફે ચીનો રમેશભાઈ ડાભી નામના ૯ શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો