તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMને રજૂઆત:દરિયામાંથી ડ્રેઝીંગ કરી સ્ટોક કરેલ 5 લાખ ટન રેતીની ચોરી કરનાર સામે કાર્યવાહી કરો

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2016માં સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા કામગીરી થઈ હતી, હાલ એક ટન પણ રેતી નથી, PMને રજૂઆત

2016મા સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા દરિયા માંથી ડ્રેઝીંગ કરી સ્ટોક કરેલ 5 લાખ ટનની રેતી ચોરી કરનાર સામેં કાર્યવાહી કરવા કોંગ્રેસના આગેવાનએ વડાપ્રધાનને રજૂઆત કરી છે.

પોરબંદરના કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું હતું કે 2016ની સાલમાં પોરબંદરના સિંચાઈ વિભાગની મશીનરી ફિશરીઝના હવાલે મુકવામાં આવી હતી. બે હિટાચી મશીન અને ડમ્પરો અંદાજે આઠ માસ સુધી ચાલ્યા હતા. અને દરિયા માંથી ડ્રેઝીંગ કરેલ રેતીનો સ્ટોક પોરબંદરના અલગ અલગ પાંચ જગ્યાએ કરવામાં આવ્યો હતો. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા 31/8/16 ના પત્ર મુજબ આ રેતીનો સ્ટોક સુભાષનગરના ખદરદાદાના મંદિર પાસે, જાવરના દરિયા કિનારે પોર્ટ વિસ્તારમાં, ઇન્દીરાનગર દરિયા કિનારે, અખાડાની પાસે અને હાથી ગ્રાઉન્ડમાં અંદાજે 5 લાખ ટન રેતીનો સ્ટોક કર્યો હતો પરંતુ હાલ આ પાંચેય સ્થળ ખાતે એક ટન રેતીનો જથ્થો નથી. આ અંગે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મુક્યો હતો. અને કલેકટરની હાજરીમાં ફિશરીઝ વિભાગના અધિકારીઓ 5 લાખ ટન રેતીનો જથ્થો સ્થળ પર ન હોવાનું કબુલ્યું હતું. તત્કાલીન કલેકટર દ્વારા તા. 28/2/2020ના રોજ આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

વધુમાં રામદેવભાઈએ ઉમેર્યું હતું કે, કરોડો રૂપિયાના સરકારી માલિકીની રેતી ઉપાડી લીધી છે અને સુભાષનગર જાવર વચ્ચે અંદાજે 1 કિમિ રેતીનો પાળો પણ ઉપાડી લીધો છે. દરિયાકાંઠે થતી રેતી ચોરીથી ભવિષ્યમાં ખતરનાક પર્યાવરણીય અસરો આવશે. જેથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરનારા સામેની તપાસ સીબીઆઈ કે સીઆઇડી મારફતે કરાવી રેતી માફિયા સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...