પોરબંદરમાં તા 14 જાન્યુઆરીના મકરસંક્રાંતિના તહેવાર નિમિતે જિલ્લામાં લોકો પતંગો તેમજ ચાઈનીઝ લેન્ટર્ન(તુક્કલ) ઉડાવતા હોય છે. આવા પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક દોરી, સિન્થેટિક મટીરીયલ, ટોક્ષીક મટિરિયલ, કાચ વગેરેથી તૈયાર કરેલા પાકા દોરા અથવા તો ચાઇનીઝ દોરી, માંજાનો ઉપયોગ થાય છે. આવા દોરાને કારણે માણસો, પક્ષીઓ, પશુઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોવાના તથા મૃત્યુ થતું હોવાના પણ બનાવો બનવા પામતાં હોય છે.
જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. કે. જોશીએ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તા 15 જાન્યુઆરી સુધી પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિક મટીરીયલ, ટોક્ષીક મટિરિયલ, લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમાં ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરાનો તથા ચાઈનીઝ લેન્ટર્ન(તુક્ક્લ)ના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ કરવા પર પ્રતિબંધ કરાયો છે. તથા સવારે 6થી 8 અને સાંજે 5 થી 8 પક્ષીઓ વિહરતા હોવાથી આ સમયગાળા દરમિયાન પતંગ ન ઉડાવવા અપીલ કરાઇ હતી. પોરબંદરમાં પતંગના સ્ટોલ પર વનવિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.