તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જેતપુરના ઉદ્યોગો નો કદડો ઠાલવવાનાે પ્રોજેકટ રદ કરવાના વિષય પર કાર્યક્રમ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ઓપન માઇક ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાયો, બાળકોએ રજૂ કરેલ કૃતિઓ દર્શાવાઇ

સેવ પોરબંદર સી કમિટી દ્વારા ઓપન માઇક ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ સાગર સંસ્કાર હોલ ખાતે યોજાયો હતો. માત્ર 15 દિવસના ટૂંકા સમય માં આશરે 200 થી વધુ એન્ટ્રી આવેલી જેમાં 130 થી વધુ એન્ટ્રીને પસંદ કરવા માં આવેલી. યુ.કે થી પણ એન્ટ્રી આવી હતી. જેતપુર પ્રદૂષિત પાણી પોરબંદર ના દરીયા માં ના ઠલવાય તે વિષય સાથે બાળકો અને યુવાનો એ ગીત, સંગીત, કવિતા , વકતૃત્વ , મોનો એક્ટિંગ, ડાંસ વગેરે પર્ફોર્મ કર્યા. કેટલીક કૃતિઓ નિહાળી અને સાંભળીને હાજર રહેલા લોકોની આંખમાં પાણી આવી ગયા હતા.

કેટલાક પરફોર્મન્સ ત્યાં લાઇવ પણ બતાવેલા હતા. તમામ ભાગ લેનાર બાળકો તથા યુવાઓને ડો. નીતિન લાલ અને ડો. રીના લાલ દ્વારા ભેટ આપવામાં આવી હતી. સેવ પોરબંદર સી ની સમગ્ર ટીમ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ખારવા સમાજ દ્વારા વિનામૂલ્યે સાગર સંસ્કાર હોલ આપવામાં આવ્યો હતો. આ તકે સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ, પંચ પટેલ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...