પોરબંદરને સમયાંતરે ગર્વથી તરબોળ કરવાનો આગવો યશ ધરાવતી, શિક્ષકોને તાલીમબદ્ધ કરીને રાષ્ટ્ર તેમજ રાજ્યને અર્પણ કરતી સંસ્થા એટલે શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં શિક્ષકો તૈયાર થાય છે. આ સંસ્થાને પ્રાણ પુરવાનું કામ કરતા વિવિધ મહાનુભાવો કાર્યશીલ હોય છે. એવા એક આગવા પ્રાચાર્ય કે જે શિક્ષકોમાં નાની સરખી ખામી રહી જાય તેવું ચલાવવું તો ઠીક વિચારી પણ શકતા નથી. ત્યારે વિવિધ ધર્મ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રિત કરીને તેમનો કસાયેલો અનુભવ ભવિષ્યના તૈયાર થતાં શિક્ષકોને જાણવા મળે, જીવનમાં ઉતારવા મળે તેવા સતત પ્રયત્નો કરતા હોય છે. એવા અગાઉથી કરાયેલા પ્રયત્નોના ભાગ રૂપે આજની સર્વધર્મ પ્રાર્થનાના અનેરા મહેમાન અને લઘુવાર્તામાં ખુબ મોટું નામ ધરાવતાં દુર્ગેશ ઓઝા પધાર્યા હતા.
મીશ્રણ માટેના અનુભવો વર્ણવ્યા
શ્રી રામબા કોલેજ પરીવારની પરમ્પરા પ્રમાણે પુષ્પ ગુચ્છ અને શબ્દગુચ્છથી અનેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના આગ્રહી દુર્ગેશ ઓઝાનું અનેરી ગુજરાતી ભાષામાં આ તકે પ્રાચાર્ય ડો. અલ્તાફ ખાન રાઠોડ, ડો. રામચંદ્ર મહેતા, ડો. નરેન્દ્રસિંહ ડોડીયા અને ડો. કશ્યપ જોશીએ સ્વાગત કર્યું હતું. સ્વાગતમાં શબ્દો જ્યારે લયનું રૂપ ધારણ કરતા હતાં ત્યારે એક ચકોર આંખ અનુગામી લઘુવાર્તા માટે શબ્દોને સ્કેન કરતી હતી. એ આંખ વાર્તાના જનક દુર્ગેશ ઓઝાની આંખ હતી. બે શબ્દો આપવાનો સમય જયારે દુર્ગેશ ઓઝાનો આવ્યો ત્યારે રખેને કોઈ વાર્તા શબ્દોથી કાગળ પર કંડરાય એ પહેલાં કહેવાય ન જાય તેની ચોક્કસ કાળજી સાથે તેઓએ લઘુવાર્તા વિશે વિસ્તૃત માહિતી સાથે ભાવી શિક્ષકોને સાહિત્યના આગવા સ્વરૂપ, વિવિધ સ્વરૂપ, લેખની, શૈલી, સંગ્રહ કૃતિ વગેરેના સંમીશ્રણ માટેના પોતાના અનુભવો વર્ણવ્યા હતાં.
અતિથીઓના આગમનને આવકારવા તત્પર
પ્રશીક્ષણાર્થી દ્વારા પણ વિવિધ પ્રશ્નો સાથે આત્મિક ચિંતન પણ દુર્ગેશ ઓઝા સાથે કરવામાં આવ્યું હતું. વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે, સાહિત્ય, ભાષા અને ચિંતનના યોગ્ય મિશ્રણથી જ રચના અને સર્જન કંડારી શકાતું હોય છે. ત્યારે મોજુદ સૌ પ્રશીક્ષણાર્થી આવનારા ભવિષ્યના ઘડવૈયા બનો તેવી શુભેચ્છા પણ તેઓએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન બીએડના પ્રશીક્ષણાર્થી રવૈયા ધવલે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અતિથિ વિશેષ આગમન અને તેનો લાભ સાથેના આ કાર્યક્રમને શ્રેણીબધ્ધ રીતે યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે અનેકવિધ અતિથીઓના આગમનને આવકારવા તત્પર છે તેવું કહી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.