મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન:કુતિયાણાની એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો; 400 વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપથ લીધા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા ખાતે આવેલી એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વીપ નોડલ ઓફિસરના ઉપક્રમે મતદાન જાગૃતિ સંદર્ભ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ યુવા મતદારોએ મતદાન માટે શપથ લીધા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સ્વિપ ટીમ દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સ્વીપ કુતિયાણા તાલુકા ટીમ દ્વારા એસ.એમ. જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે વિધાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. ત્યારબાદ કોલેજમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે તેવા 400થી વધુ યુવા મતદાતાઓએ મતદાન માટે શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...