લમ્પી વાયરસને લઈને જાહેરનામુ:પોરબંદર મેજીસ્ટ્રેટ દ્રારા કલમ 144 હેઠળનું જાહેરનામું, જિલ્લા બહાર પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકાયો

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લધન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ હેથળ સજા પાત્ર થશે

પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા લમ્પી વાયરને લઈને જાહેરનામુ બહાર પાડ્યુ છે. નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પોરબંદરના 28/07/22ના પત્રથી પોરબંદર જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ હોઈ,આ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઈ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોટેલી ઈતરડી,માખી,મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોય પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવા જણાવેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને રોકવા સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના તા.26/07/22ના જાહેરનામાંથી “લમ્પી સ્કીન ડીસીઝ” અન્વયે કેટલાંક નિયંત્રણો મુકેલ છે.

અન્વયે મુકાયલ પ્રતિબંધ

  1. અન્ય રાજયો/જિલ્લા/તાલુકામાંથી કે એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
  2. પશુઓના વેપાર,પશુમેળા,પશુ પ્રદર્શન,પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતાં હોય તેવા આયોજનો ઉપર પ્રતિબંધ
  3. કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મડદાંને અથવા તેના ભાગને કોઇ ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇ જવા ઉપર પ્રતિબંધ
  4. રોગવાળા જાનવરો જે જગ્યાએ હોઇ તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગ બીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તથા તે મુજબ તેમની વ્યવસ્થા કરવી.

આ હુકમની અમલવારીનો સમયગાળો 28/07/22થી 27/08/22 (બંને દિવસો સહીત) સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લધન કરનાર ઇસમ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓ તથા મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક તથા તે ઉપરના દરજજાના તમામ અધિકારીઓને આ જાહેરનામા ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી.કલમ-188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત રહેશે.

જાહેર વિજ્ઞાપતિ તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એક તરફી હુકમ કરૂ છું. જાહેર જનતાની જાણ સારૂ નાયબ માહિતી નિયામક મારફતે સ્થાનિક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધી દ્વારા તથા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર તથા નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ અધિક્ષકની કચેરીના નોટીસ બોર્ડ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધ કરવામાં આવશે. ગુજરાત પોલીસ એકટની કલમ-163 મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે. આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓ તથા મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક તથા તે ઉપરના દરજજાના તમામ અધિકારીઓને આ જાહેરનામા ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી.કલમ-188તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...