તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાક મરીન દ્વારા પોરબંદરની 2 બોટ અને 11 ખલાસીઓના અપહરણ થયું છે ત્યારે પોરબંદરના ફિશરીઝ વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બન્ને બોટના લાયસન્સ રદ તેમજ ખલાસીઓના પરિવારજનોને જીવન નિર્વાહ માટેની રકમ અંગે જરૂરી દસ્તાવેજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તાજેતરમાં સમુદ્રમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પોરબંદરની 2 બોટ અને 11 ખલાસીઓના અપહરણ કરવામાં આવ્યા છે. પોરબંદરના ફિશરીઝ વિભાગ દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત મતસ્યોધોગ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પાક મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પોરબંદરની રિદ્ધિસિધ્ધિ IND GJ25 MM 1564 બોટના માલિક રમેશ કરશન કુહાડા અને શ્રીગણેશ IND GJ25 MM 640 નંબર ની બોટના માલિક નિકુંજ કનુભાઈ હોદાર ના બોટ લાયસન્સ, ડીઝલ કાર્ડ, બોટ રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ખલાસીઓના પરિવારજનોને જીવન નિર્વાહ મળી રહે તે માટે જરૂરી દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે તેવું મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વી.કે. ગોહેલે જણાવ્યું હતું. 11 ખલાસીઓ નવસારી અને ગીર સોમનાથ જિલ્લાના છે.
1 વર્ષમાં 10 બોટના અપહરણ
વર્ષ 2020-21 મા સત્યાર સુધી આ બંન્ને બોટ સહિત કુલ 10 બોટ પાક મરીન દ્વારા અપહરણ કરવામાં આવી છે. જેમાં ફિશરીઝ વિભાગ દ્વારા બોટના લાયસન્સ રદ કરાયા છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે વધુમાં જણાવ્યું હતું કે સમુદ્રમાં માછીમારી કરતી વખતે ભારતીય જળસીમા માંજ માછીમારી કરવી જોઈએ. નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા ન જવા અપીલ કરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.