કાર્યવાહી:લારીઓમાં ખુલ્લો ખાદ્યપદાર્થ રાખનાર 2 ધારક સામે કાર્યવાહી

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર નગર પાલિકા તંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઈવ યથાવત

પોરબંદર પાલિકા તંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઈવ યથાવત રાખી લારીઓમાં ખુલ્લો ખાદ્ય પદાર્થ રાખનાર 2 ધારક સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર-છાયા પાલિકા તંત્ર દ્વારા પાલિકા વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતી લારીઓ દુકાનો હોટલ લોજ રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવા અંગે બે ટીમો બનાવી ડ્રાઈવ યોજવામાં આવી છે

જેમાં ગઈકાલે 35 જગ્યાએ ખાણીપીણીની લારીઓ તથા રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરી પ્લાઝા ક્રોસ લાઇનમા આવેલ સોનેજી ફરસાણ માર્ટ નામની લારી અને એસટી સ્ટેશન સામે આવેલ ભગીરથ ફરસાણ નામની લારીમાં ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવામાં આવતા આ બન્ને લારી ધારકને કુલ રૂ. 2,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું ફૂડ ઇન્સ્પેકટર ઠકરારે જણાવ્યું હતું, અને ધારકોએ ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા જોઈએ તેવી સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...