તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પોરબંદર BSNL કચેરીએ ગ્રાહકોને બિલ ભર્યાની રસીદ ન અપાતા મુશ્કેલી

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ 6 દિવસ સુધી આવ્યા ન હતા : કોન્ટ્રાક્ટરને આ મુદ્દે સુચના આપી છે

પોરબંદરની BSNL કચેરીએ મોટાભાગના કર્મીઓએ વિઆરએસ લઈને છુટા થયા હતા જેથી BSNLની કામગીરી ધીમી પડતા કોન્ટ્રાકટ બેઇઝ સ્ટાફ લેવામાં આવ્યો હતો. BSNL સ્ટાફે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટ વખતે લેન્ડ લાઈન ફોન ના ગ્રાહકો હતા તેના કરતા ગ્રાહકો ઓછા થયા હતા જેથી કોન્ટ્રાકટરને પોસાતું ન હતું તેમજ જે કર્મીઓ રાખવામાં આવ્યા હતા તેઓ ગ્રાહકોને સંતોષકારક જવાબ આપતા ન હતા જેથી તેઓને છુટા કરી દેવામાં આવતા 6 દિવસ સુધી કમીઓ આવ્યા ન હતા.

હાલ કોન્ટ્રાકટર દ્વારા નવા સ્ટાફ રાખવામાં આવ્યા છે અને ગ્રાહકો બિલ ભરવા આવે ત્યારે અહીં કોમ્પ્યુટર ન હોવાને કારણે ભરેલ બીલના રૂપિયાની રસીદ આપવામાં આવતી નથી. ગ્રાહકોએ જણાવ્યું હતું કે અમારી પેઢી કે દુકાન ધારકોને બીલની પહોંચ રેકોર્ડમાં રાખવાની હોય છે અહીં નીચેની કચેરીએથી બિલ આપવામાં આવતું નથી જેથી ધક્કા ખાવા પડે છે અને ગ્રાહકોને મુશ્કેલી ઉભી થઇ છે. હાલ BSNL લેન્ડ લાઈનના 2400 જેટલા ગ્રાહકો છે ત્યારે ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. BSNL અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાફનો અભાવ છે અને BSNL કર્મીઓ અન્ય કામગીરી પણ નિભાવી રહ્યા છે. કોન્ટ્રાકટરને આ બાબતે સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...