વિદ્યાર્થીઓ પરેશાન:વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોરબંદરમાં ગામડાની 21 બસોના રૂટોમાં કાપ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેપોમાં આવેલા વિદ્યાર્થીઓ બસનો રૂટ કેન્સલ થવાના કારણે રઝડી પડ્યા
  • આ અંગે NSUIના પ્રમુખે ડેપો મેનેજરને વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થાની માંગ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ ગુજરાતભરમાં 1100 જેટલી બસોના રૂટોમા કાપ મુકવામા આવ્યો છે. ત્યારે પોરબંદરમાં ગામડામાં જતી 21 જેટલી બસોના રૂટોમાં કાપ મુકાયો છે. જેને લઈ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈ આજે પણ પોરબંદરમાં બસોના અમુક રૂટો બંધ રહેતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. ડેપોમાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત જવાબ નહી મળતા NSUIનો સંપર્ક કર્યો હતો. જેને લઈ તાત્કાલિક ધોરણે NSUI જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ અને જયદિપ સોલંકી એસ.ટી ડેપો ખાતે પહોંચી ગયા હતા. જયા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમને કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી અને અમારા રૂટની બધી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી દિધી છે. એસ.ટી ડેપોની ઓફિસમાં પણ કોઇ યોગ્ય જવાબ મળ્યો નહી. તેથી અમે તમારો સંપર્ક કર્યો છે. અમારી પાસે ભાડાના પણ પૈસા નથી કે અમે ફરી અમારા ઘર જઈ શકીએ.

વિદ્યાર્થીઓેએ વધુમાં જણાવ્યું કે, સવારે 6 વાગ્યા ઘરેથી નીકળ્યા હોય અત્યારે 1:30 કલાકથી બસની રાહ જોઇને બેઠા છીએ. ત્યારે છેલ્લે ઓફિસમાંથી એવું કહેવામા આવ્યું કે તમારા રૂટોની બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી દિધી છે અત્યારે કોઇ બસ નથી ડ્રાઇવર પણ નથી તમારી રીતે તમે બધા બીજા વાહનમાં ઘરે ચાલ્યા જાવ. કેટલીય વિદ્યાર્થીનીઓ એક-બીજા સાથે પૈસા સેરિંગ કરીને ખાનગી વાહનમાં ગયા છે, પરંતુ અમારા લોકો પાસે કંઇ જ નથી અમારે કેવી રીતે ઘરે જવું??

NSUIના પ્રમુખે વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા માટે વ્યવસ્થા કરી આપવાની બાહેંધરી આપી છે. તેમજ NSUIના પ્રમુખે એસ.ટી ડેપો મેનેજર કટારાને વાત કરતા તે તાત્કાલિક ઓફિસ પર પહોંચી ગયા હતા. ત્યારે NSUIના પ્રમુખે વિદ્યાર્થીઓની સ્થિતિને લઈ માંગ કરી હતી કે, આ વિદ્યાર્થીઓને અત્યારે ઘરે પહોંચાડવા કોઇ પણ બસની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ 2 દિવસના જે પણ રૂટો કપાવાના છે તેમની હાલ જ નોટિસ બોર્ડ પર જાણ કરવામાં આવે જેથી બીજા મુસાફરો પણ 2 દિવસ પરેશના થાય નહી.

તેમજ બીજી પણ વિનંતી કરી કે, તમે સરકારના કાર્યક્રમમાં બસ તો શું પ્લેન મોકલો અમને કોઇ વાંધો નથી. પરંતુ વિદ્યાર્થીઓના શા માટે રૂટો કાપો છો? વિદ્યાર્થીઓના રૂટો ખાસ ના કપાય તે માટે આપ કોઇ યોગ્ય કરો તેવી રજૂઆત કરી હતી. તેમજ હાલ જે વિદ્યાર્થીઓ પરેશના છે તેમની તાત્કાલિક ઘરે પહોંચાડવા બસની વ્યવસ્થા કરાઈ જે વાતને યોગ્ય માની ડેપો મેનેજરે વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...