પરીક્ષા:જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિકમાં 81 છાત્રો હાજર 147 ગેરહાજર રહ્યા

પોરબંદર જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઈ હતી.રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2020નું આયોજન થયું હતું. પોરબંદર જિલ્લામાં આ પરીક્ષા માટે પ્રાથમીકમાં 1065 છાત્રો અને માધ્યમિકના 228 છાત્રો નોંધાયા હતા. પોરબંદરમાં 4 બિલ્ડીંગ ખાતે, રાણાવાવમાં 2 અને કુતિયાણામા 2 બિલ્ડીંગ ખાતે આ પરીક્ષા બપોરે 12:30 થી 3:30 દરમ્યાન લેવાઈ હતી. જેમાંથી પ્રાથમિકમા 1065 માંથી 809 છાત્રો હાજર રહ્યા હતા અને 256 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

જ્યારે માધ્યમિકના 228 છાત્રો માંથી 81 હાજર અને 147 ગેરહાજર રહ્યા હતા. દરેક બિલ્ડીંગ ખાતે ટેમ્પરેચર માપવાની ગન અને સેનેટાઈઝર ની વ્યવસ્થા તેમજ ગાઈડલાઈનના પાલન સાથે છાત્રોને બેસાડવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગની કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ પરિક્ષા આપવાથી છાત્રોને પરીક્ષાનો અનુભવ અને પ્રેક્ટિસ મળે છે. પાસ થનાર 1 થી 3 નંબરના છાત્રોને શિષ્યવૃત્તિ મળશે. જ્યારે અન્ય છાત્રોને માર્કશીટ અને પ્રમાણપત્રો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...