બદલી કેમ્પનું આયોજન:પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની વધ ઘટ માટેનો કેમ્પ યોજાયો, 45 શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં જિલ્લાભરના 50 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા
  • આગામી દિવસોમાં પણ અન્ય બદલી કેમ્પોનું આયોજન હાથ ધરાશે - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

પોરબંદરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની વધ ઘટ માટેનો કેમ્પ યોજાયો હતો. પ્રાથમિક નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં શિક્ષકોની બદલી કેમ્પ યોજવા સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પોરબંદર શહેરના બીઆરસી ભવન ખાતે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં વધ થતા શિક્ષકો તેમજ તાલુકામાં બહાર ગયેલા શિક્ષકો માટે કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં જિલ્લાભરના 50 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 45 જેટલા શિક્ષકોના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ રાજ્ય સરકારની સુચના અનુસાર અન્ય બદલી કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...