આયાત મોંઘી થઈ:પોરબંદરમાં શાકભાજી કિલોના ભાવ રૂા.100 થી લઈ રૂા. 240 એ પહોંચ્યા

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીંબુ, તુરીયા, ચોરી, ગુવાર, ટમેટા, ચોરી, વટાણાના ભાવમાં ભારે ગરમી

પોરબંદરમાં સ્થાનિક ગ્રામ્ય પંથકમાંથી શાકભાજીની આવક માર્કેટિંગ યાર્ડ ખાતે નહિવત થઈ છે. સ્થાનિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુ, તુરીયા, ચોરી, ગુવાર, ટમેટા, ચોરી, વટાણા સહિતના શાકભાજીના ભાવ કીલોના રૂ 100 થી લઈ રૂ 240 એ પહોંચ્યા છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહણી પર વધુ એક મોંઘવારીનો ફટકો પડયો છે.

હાલ સ્થાનિક આવક નહીવત થતા ગોંડલ, રાજકોટ, અમદાવાદ સહિતના જીલ્લામાંથી શાકભાજીની આવક થઇ રહી છે. ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાં જ લીંબુના ભાવ વધ્યા હતા. અને હવે લીંબુના ભાવ બાદ ટામેટા, ગુવાર, ચોરી, તુરિયા સહિતના ભાવમાં ઉછાળો આવ્યો છે. પોરબંદર અને આસપાસ ગ્રામ્ય પંથકમાં શાકભાજીનું વાવેતર થાય છે, પરંતુ સ્થાનિક આવક નહિવત થઈ ગઈ છે.

સ્થાનિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય, અને બહારથી શાકભાજીની આવક થાય છે. ઉનાળાના આકરા તાપના કારણે સ્થાનિક ઉત્પાદન ન હોવાના પગલે ભાવ વધ્યા છે. આમ તો હાલ ગુજરાત બહારથી અમુક શાકભાજીની આવક થાય છે. ઉનાળાના આકરા તાપની અસર શાકભાજીની સ્થાનિક આવક પર જોવા મળી રહી છે.

આકરા તડકા પડતા હોવાથી શાકભાજીના ઉત્પાદનમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. હાલ પોરબંદરમાં અન્ય શહેરોમાંથી શાકભાજીની આવક થઈ રહી છે, ત્યારે લીંબુ, તુરીયા, ચોરી, ગુવાર, ટમેટા, ચોરી સહિતના શાકભાજીના કીલોના ભાવ રૂ 100 ને પાર પહોંચ્યા છે.

ક્યાં શાકભાજી કેટલા રૂપિયેં કિલોના ભાવે વેચાય છે?
પોરબંદરની શાક માર્કેટ બજારમાં લીંબુના ભાવ એક કિલોના રૂ 100, તુરિયાના એક કિલોના રૂ 120, ગલકાના ભાવ કીલોના રૂ 100, રીંગણાના કીલોના રૂ 80, ટમેટાના કીલોના રૂ 100, કારેલા કીલોના રૂ 80, ભીંડા કિલોના રૂ 80, ગુવારના કીલોના રૂ 120, વટાણા કીલોના રૂ 240, ચોરીના એક કિલોના રૂ 120 રૂ થયા છે. આમ મોટા ભાગના શાકભાજીના ભાવ એક કિલોના 100 રૂપિયાને પાર પહોંચ્યા છે.

ડીઝલના ભાવની સીધી અસર શાકભાજીના ભાવ પર પડે છે
જીલ્લામાં સ્થાનિક શાકભાજીની આવક નહીવત થઈ ગઈ છે. શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે સ્થાનિક ગ્રામ્ય પંથકમાંથી શાકભાજીની આવક ઘટી હોય, અને જીલ્લામાંથી શાકભાજીની આવક થઈ રહી છે. રાજકોટ, ગોંડલ, અમદાવાદ સહિતના જીલ્લાઓમાંથી શાકભાજીની આયાત પોરબંદરમાં થતી હોય છે. પરિવહન પાછળ ખર્ચ વધ્યો છે. ડીઝલના ભાવ વધતા શાકભાજીની આયાત મોંઘી થઈ છે. જેથી ડીઝલના ભાવની સીધી અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...