ફ્રૂટનો ભાવ આસમાને:સારા સફરજન, દાડમ, ડ્રેગન, જરદાળુનો ભાવ કિલોએ 150 થી 200 રૂપિયા પહોંચ્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં સિઝન અને સિઝન વગરના ફ્રૂટનો ભાવ આસમાને પહોંચ્યા

પોરબંદરમાં સિઝન અને સિઝન વગરના ફ્રૂટનો ભાવ આસમાને છે. સારા સફરજન, દાડમ, ડ્રેગન, જલદારૂ કિલોના 150 થી 200 રૂપિયાએ પહોંચ્યા છે. પોરબંદરમાં સિઝની ફ્રૂટ અને સિઝન વગરના ફ્રૂટ આવે છે. ફ્રૂટનો ભાવ આસમાને પહોંચ્યો છે. સિઝન મુજબ આવતા ફ્રુટના ભાવ ઓછા થયા છે તેમાં પણ અમુક ફ્રુટના ભાવમાં જ ધટાડો જોવા મળે છે બાકી સિઝન વગરના ફ્રૂટનો ભાવ તો આસમાને પહોંચ્યો છે.

સારા સફરજન, દાડમ, ડ્રેગન, જલદારૂ કિલોના 200 રૂપિયાએ પહોંચ્યા છે. એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ફ્રુટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ સિઝનના ફ્રૂટ કરતા 30 થી 40 ટકાનો ભાવ વધારો છે. સીઝનમાં ફ્રૂટ 40 ટકા જેટલું સસ્તું થાય છે તેવું ફ્રુટના રિટેઇલર વેપારીએ જણાવ્યું હતું.

હાલ બજારમાં ખારેક, ડ્રેગન, નાશપતિ, કેળા, જલદારૂ, ગુલાબ, પપૈયા સિઝની ફ્રૂટ આવે છે. જ્યારે પોરબંદરમાં સિઝન ન હોય તેવા સફરજન, દાડમ, મોસંબી, ચીકુ, પાઈનેપલ, કિવી, ઓરેન્જ ફ્રૂટ આવે છે.

ફ્રુટના ભાવ કિલોમાં

ફ્રૂટહાલના ભાવસીઝનના ભાવ
ખારેક20 થી 8050 થી 120
ડ્રેગન120 થી 200220 થી 250
સફરજન200 થી 24070 થી 150
દાડમ60 થી 200ભાવમાં ફેર નહિ
મોસંબી50 થી 10050 થી 60
નાશપતિ60 થી 80-
જલદારૂ100 થી 200-
કેળા30 થી 4025
ચીકુ80 થી 12040 થી 60
ગુલાબ60 થી 120-
પાઈનેપલ70 થી 10030 થી 60
કિવી80 થી 12050 થી 60
ઓરેન્જ80 થી 10060 થી 80

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...