તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:પોરબંદરના વિરડી પ્લોટ નજીક અગાઉના મનદુઃખ મામલે મોડીરાત્રે બઘડાટી બોલી

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલવાર, ધોકા કોયતા વડે મારામારી : ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા, સામસામી ફરિયાદ

પોરબંદરના વિરડિપ્લોટ નજીક અગાવના મનદુઃખ મામલે મોડીરાત્રે બઘડાટી બોલી હતી. શીતલાચોક જૂની ખડપીઠ પાસે રહેતા અઝીમ મહેમુદ મોદી નામના યુવાને ફરિયાદ નોંધાવી છે જેમાં રાત્રીના 12:30 કલાકે તેના ઘર પાસે બેઠો હતો ત્યારે સીદીક અનવર, ઇમરાન અને અસલમ અનવર નામના ત્રણ શખ્સો ગાળો બોલતા આવી પહોંચ્યા હતા અને પાઇપ લાકડાના ધોકા વડે આ યુવાનને માર માર્યો હતો. આથી બુમાબુમ થતા યુવાનના મામા યાશીન અને ઇબ્રાહિમ સુલેમાન આવી પહોંચ્યા હતા અને શખ્સોએ માર મારતા યાશીનના માથામાં પાઇપ લાગતા તેમને સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

બનાવના કારણમાં જણાવ્યું હતું કે રમઝાન માસમાં અસલમ અનવર સાથે યુવાનને બોલાચાલી થતા માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ ઇમરાન અનવર મલેકએ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોતે શીતલાચોકમાં મોડી રાત્રે કામ સબબ ગયો હતો ત્યારે તેના ભાઈ સીદીકનો ફોન આવ્યો કે, અઝીમ સાથે બોલાચાલી થઈ છે તેના ભાઈ અસલમ સાથે અઝીમ મહેમુદ મોદી, યાશીન સુલેમાન, ઇબ્રાહિમ સુલેમાન તથા ફરીદ ઇબ્રાહિમ ઝગડો કરી માર મારતા હતા. તેઓના હાથમાં તલવાર, કોયતા, પાઇપ હતા અને અસલમ અને ઇમરાનને માર મારતા હતા તે દરમ્યાન તેનો મિત્ર અસલમ અહેમદહુસેન નૌવ્હી આવ્યો હતો. ઇબ્રાહિમે તલવાર અને યાસીન સુલેમાને પાઇપ મારતા ઝપાઝપી થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર મટો ખસેડાયા હતા જેમાં અસલમ અહેમદહુસેનને વધુ ઇજા થતા જામનગર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. રમઝાન માસમાં અઝીમે અસલમ સાથે બોલાચાલી કરતા આ ડખ્ખો થયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઈ કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...