પ્રાણપ્રતિષ્ઠા:જડેશ્વર મંદિર ખાતે કાલભૈરવ દાદાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા

પોરબંદરના જડેશ્વર મહાદેવના મંદિર ખાતે કાલભૈરવ દાદાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરે મહાદેવ, શનિદેવ, માતાજી બિરાજમાન છે અને નિયમિત સેવા પૂજા કરવામાં આવે છે. આ મંદિરે કાલભૈરવ દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે કાલભૈરવ દાદાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. અને રમેશભાઈના હસ્તે કાલભૈરવ દાદાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂજારી મનહરભાઈ અને આનંદભાઈ વ્યાસે જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવ્યું હતું. કાલભૈરવ દાદાની પ્રાણપ્રતિષ્ઠા થતા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. રમેશભાઈ ઓઝાએ ધાર્મિક પ્રવર્ચન આપ્યું હતું. આ પ્રસંગે હિરલબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...