આયોજન:સ્વામિનારાયણ ગુરૂકુળ MBA કોલેજ દ્વારા પ્રેઝન્ટેશનનું આયોજન કરાયું

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાની એકમાત્ર સંસ્થા જે કેસ સ્ટડી દ્વારા જ્ઞાન પીરસી રહી છે

સ્વામિનારાયણ ગુરુકુળ છાંયા-પોરબંદર સંચાલિત અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ સંલગ્ન શ્રી સ્વામિનારાયણ જે.એન.રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ કેસ સ્ટડી પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં રિયલ કેસ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ મેનેજમેન્ટનાં તમામ પાસાઓ પર વિચારી કંપનીનાં સારા નરસા પરિણામો અને તેના કારણો પર વિગતે પ્રકાશ પડ્યો હતો.

આ કેસ સ્ટડી એનાલીસિસ નાં આયોજન દ્વારા શ્રી સ્વામિનારાયણ જે. એન. રૂપારેલ MBA કોલેજ દ્વારા પ્રસ્થાપિત કરાયું છે. રાજકોટ થી ખાસ પ્રો.(ડો.) જીતેન્દ્ર પટોલિયા દ્વારા કેસ સ્ટડી અનાલીસિસ માં નિર્ણાયક તરીકે વિદ્યાર્થીઓ ને અલગ અલગ માપદંડ પર ચકાસવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વિજેતા બનેલા વિદ્યાર્થીઓ ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...