માંગ:જેતપુરના ઉદ્યોગનું કેમીકલયુકત પાણી દરિયામાં ન ઠાલવવા રાષ્ટ્રપતિને રજૂઆત

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીમાર અગ્રણીએ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધ કરી ઉપયોગમાં લેવા માંગ કરી

પોરબંદરના માછીમારો અગ્રણીએ મહામહીમ રાષ્ટ્રપતિને લેખીત રજૂઆત કરીને એવું જણાવ્યું હતું કે પોરબંદર માછીમારી ઉદ્યોગ પર નિર્ભર છે. અનેક લોકો આ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે દરિયામાં ખાનગી ફેકટરીઓના કેમીકલયુકત પાણી છોડવામાં આવતા હોવાના કારણે માછીમારોને પુરતા પ્રમાણમાં માછલીનો જથ્થો નજીકના દરિયાકીનારા વિસ્તારમાં મળતો ન હોવાથી ઉંડે સુધી માછીમારી કરવા જવાની નોબત આવે છે. તેવામાં સરકારે જેતપુરના કેમીકલયુકત ઉદ્યોગોનું પ્રાણી દરિયામાં છોડવા આયોજન કર્યું છે.

પાઇપલાઇન મારફત આ ઝેરી પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો માછલીઓનું નિકંદન નિકળશે અને જે સ્થળે પાઇપ લાઇન બિછાવાશે ત્યાં ખેડૂતોને પણ નુકસાન થશે. અરબી સમુદ્ર પ્રદુષિત હોય અને ગ્લોબલ વોર્મિંગ 80 ટકા પ્લાસ્ટીક તથા 20 ટકા અરબી સમુદ્રમાં ઓક્સિજન છે. આ દરિયાઇ નિષ્ણાંતોનો અહેવાલ છે. તેમાં જેતપુરના ઉદ્યોગોનું કેમીકલયુકત પાણી દરિયામાં છોડાશે તો દરિયો વધુ પ્રદુષિત થવાથી દરિયાઇ વનસ્પતિ નાશ પામશે અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાશે.

આ અંગે ગુજરાત રાજય પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઇ પ્રકારનો સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનું પણ માછીમાર અગ્રણી મધુભાઇ સોનેરીએ જણાવ્યું હતું. વધુમાં મધુભાઇ સોનેરીએ એવું પણ કહ્યું હતું કે આ ગંદુ પાણી અરબી સમુદ્રમાં ન છોડવામાં આવે અને પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધ કરી ખેડૂતોને અપાઇ. આ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધ કરી મીનરલ વોટર બનાવી બોટલથી વેંચાણ કરાય તો સરકારને પણ આવક થશે જેથી યોગ્ય કરવામાં આવે તેવી માછીમારી અગ્રણીએ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...