રજૂઆત:પોરબંદરની પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીનું ભારણ ઘટાડવા કરાઇ રજૂઆત

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કામના ભારણથી શિક્ષકો વર્ગખંડમાં જઈ શકતા નથી

પોરબંદરમાં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીનું ભારણ ઘટાડવા અંગે રજૂઆત કરાય છે. પ્રાથમિક શાળામાં કારકુન, પટાવાળા, ડેટા એન્ટ્રી, ઓપરેટર કે અન્ય કોઈ સ્ટાફની વ્યવસ્થા ન હોવાથી આ કામના કારણે શિક્ષકો વર્ગખંડમાં જઈ શકતા ન હોવાનું જણાવ્યું છે. પોરબંદર પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા રાજ્યના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષીક મહાસંઘને રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં દર શનિવારે એકમ કસોટીના આયોજન અંગે પરિપત્ર કરાયો છે.

આ એકમ કસોટી તપાસી પુનઃ કસોટી લેવાની થાય છે. તેમજ તેમની ઓનલાઈન એન્ટ્રી કરવાની સૂચના અપાય છે. સમગ્ર રાજ્યમાં આરટીઇ એક્ટ અમલમાં છે, અને આ એક્ટ મુજબ શિક્ષકોએ પત્રકએ રચનાત્મક મૂલ્યાંકન વર્ષ દરમિયાન કરી તેને આધારે જ વાર્ષિક પરિણામ તૈયાર કરવાના થતા હોય છે ઉપરાંત બેઇજ લાઈન સર્વે મૂલ્યાંકન સ્કૂલ ઓફ એક્સલ્ન્સના સતત મૂલ્યાંક પણ કરવાના થતા હોય છે. અને ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી હોય છે.

તેમજ શાળાએ શૈક્ષણિક મુલાકાતે આવનાર સી.આર.સી, બીઆરસીસી કેળવણી નિરીક્ષક સ્કૂલ ઇન્સ્પેક્ટર વગેરે પોતાના નિયત નમૂનાઓમાં મૂલ્યાંકન કરીને ઓનલાઈન એન્ટ્રી કરતા હોય છે. હાલ જે એકમ કસોટીનું આયોજન આપેલ છે, તે આરટીઇ એક્ટને ધ્યાને લેતા મૂલ્યાંકનનો અતિરેક છે. જેનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પર માઠી અસર પડી શકે તેમ છે.

પ્રાથમિક શાળાઓમાં કારકુન, પટાવાળા, ડેટા એન્ટ્રી, ઓપરેટર કે બીજા કોઈ સ્ટાફની વ્યવસ્થા નથી. આ તમામ કામગીરીના લીધે શિક્ષકો વર્ગખંડમાં જઈ શકતા નથી. જેથી આ એકમ કસોટીનું ભારણ ઘટાડવા અંગે રાજ્યના છેવાડાના શિક્ષકોના અભિપ્રાયને ધ્યાને લઈ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના રાજ્ય લેવલના સંગઠનને આ અંગે રજૂઆત કરવા લાખાભાઈ ચુંડાવદરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...