તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આધારકાર્ડમાં માટે ઓળખના દાખલા કઢાવવામાં હાલાકી, પોરબંદરના સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં આધારકાર્ડમાં સુધારા વધારા માટે ઓળખના દાખલા કઢાવવામાં હાલાકી વેઠવી પડતી હોવાની અંગે સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ હતી.પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા તંત્રને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે શહેર તેમજ બેંકમાં ચાલતી આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ સુધારા વધારા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરની સહી સિક્કા તેમજ ઓળખનો દાખલો જે આપે છે તેમાંન્ય રાખવો જરૂરી છે. કારણ કે હાલ સુધરાઈ સભ્ય નગરપાલિકામાં ન હોવાથી નગરજનોને સુધરાઈ સભ્યનો દાખલો મળી શકતો નથી.

જેથી નગરજનોનો ખૂબ જ પરેશાની વેઠવી પડી રહી છે. પાલિકા ચીફ ઓફિસર ફોટા સાથે દાખલો કાઢી આપે છે. પરંતુ ફોટા સાથે કાઢી આપેલ દાખલો આધારકાર્ડ સેન્ટર વાળા માન્ય રાખતા નથી. જેથી નગરજનો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી દિલીપભાઈ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...