વેક્સિનેશનની ગતિ વધારવા માંગ:કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે પૂર્વ તૈયારી કરો : જેસીઆઇ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીને રજુઆત કરી વેક્સિનની ગતિ વધારવા માંગ કરાઇ

વેક્સિનની ગતિ વધારવામાં આવે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે પૂર્વ તૈયારી કરવામાં આવે તેવી JCI પોરબંદર પ્લસ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

ત્રીજી લહેરમાં ચિંતાનો વિષય એ છે કે સૌથી વધુ બાળકો અને કિશોર વયની વસ્તીને અસર કરવાની શક્યતાઓ રહેલી છે. બચાવવાનો એક જ ઉપાય વેક્સિનેશન છે. રાજયમાં વેકસીન આપવાની કામગીરી ચાલી ખુબ જ ધીમી ચાલે છે. કારોનાની બીજી લહેરમાંથી બોધપાઠ લઈ સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ આપવા સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની પૂર્વ તૈયારીઓ કરવી જરૂરી છે.

ત્રીજી લહેર બાળકોને અસર કરે તેમ હોવાથી ચાઈલ્ડ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઝીણવટભર્યુ આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. ઓકિસજન કન્સટ્રેટર, નેબલાઈઝર, ઓકિસમીટર, ટ્રાન્સપોર્ટ વેન્ટીલેટર, રેડીયન્ટ વાર્મર, બેસિનેટ, પ્લોટોથિરેપી, લેરિંગોસ્કોપી, સ્કશન પંપ, ઓકિસજન સિલિન્ડર સહિત મેડીકલ ઈકિવપમેન્ટની પણ તૈયારીઓ કરવાનો સમય પાકી ગયો છે, બીજી લહેરમાં દર્દીઓની સારવાર માટે આ મેડીકલ ઈક્વિપમેન્ટ શોધવા માટે દર્દીઓના સગાઓને રોડ ઉપર ભટકતાં હતા ત્યારે સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે સરકાર ગંભીર બની પૂર્વ તૈયારી કરે તેમજ 18 વર્ષથી વધુ વયનાઓને વેકશીનેશન તાકીદે શરૂ કરવી તેવી JCI પોરબંદર પલ્સ ના આગેવાન લાખનશીભાઈ ગોરાણીયા એ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...