તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:જિલ્લામાં 15 જુલાઈથી શરૂ થનાર રિપીટરની પરીક્ષા માટે તંત્રની તૈયારી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ધો. 10 અને 12ના 6745 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 6 કેન્દ્ર ખાતે 255 બ્લોકની વ્યવસ્થા કરાઈ

પોરબંદર જિલ્લામાં ધો. 10 અને 12 ના રિપીટરના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા તા. 15 જુલાઈથી શરૂ થશે જેમાં કુલ 6745 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે આગામી તા. 15 થી 28 જુલાઈ સુધી પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ધો. 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક ના કુલ 6745 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં આ લેવાનારી પરીક્ષા માત્ર 6 કેન્દ્ર ખાતે 29 બિલ્ડીંગ અને 255 બ્લોકમા વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લામાં રિપીટરની યોજાનારી પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિ સભ્યોની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં રીવ્યુ બેઠકમાં કલેકટરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ધો. 10ની રિપીટર પરીક્ષા માટે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુર કેન્દ્ર તેમજ ધો. 12 માટે પોરબંદર કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

આ રિપીટર પરીક્ષા શાંતિપૂર્ણ અને પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સતત મોનીટરીંગ રાખવામાં આવશે. તેમજ પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ન ખોરવાઈ તે માટે પીજીવીસીએલ તંત્રને સૂચના આપવામાં આવી છે તેમજ ગ્રામ્ય વિસ્તારના પરિક્ષાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે જરૂરી બસોનું આયોજન કરવા અંગે ડેપો મેનેજરને પણ જાણ કરવામાં આવી છે.

1 બ્લોકમાં 20 પરીક્ષાર્થીને બેસાડવા વ્યવસ્થા કરાઇ
કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે 1 બ્લોકમાં માત્ર 20 પરિક્ષાર્થીઓને સામાજિક અંતર સાથે બેસાડવામાં આવશે. તેમજ માસ્ક સેનિટાઈઝર ની વ્યવસ્થા સાથે છાત્રો પરીક્ષા આપશે. વર્ગમાં સીસીટીવી રાખવામાં આવશે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ન થાય તે માટે સતત મોનીટરીંગ રહેશે. કુલ 350થી વધુનો સ્ટાફ ફરજ બજાવશે. > સંદીપ સોની, SSC જોનલ અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...