પૂર્વ તૈયારી:પોરબંદરમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ, નગરપાલિકાની 4 જેટલી ટીમ તૈનાત રહેશે

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણી ભરાશે ત્યારે જામ થયેલી ગટરની સફાઇ કરાશે

પોરબંદરમાં પાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી હાથ ધરાઈ છે. 4 જેટલી ટિમો તૈનાત રહેશે. શહેરભરમાં જામ થયેલી ગટરની સફાઇ કરવામાં આવશે. પોરબંદર અને છાયા વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે આગામી ચોમાસા દરમ્યાન સ્થાનિકોને મુશ્કેલી ઉભી ન થાય તે માટે પોરબંદર છાયા પાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ ચોમાસા પૂર્વેની તૈયારી હાથ ધરવામાં આવી છે.

ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે વાવાઝોડાની આગાહીના પગલે પાલિકા તંત્ર દ્વારા વૃક્ષોમાં ટ્રીમિંગ કામગીરી કરી હતી. હાલ ચોમાસા પહેલાની કામગીરી શરૂ કરી છે જેમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાય તો તેના નિકાસ માટે સાંઢિયા ગટરનું કામ પૂર્ણતાને આરે છે. ગત વર્ષે જ મુખ્ય માર્ગ પરની સાઈડોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવ્યું છે. જેથી આ ડ્રેનેજ મારફત વરસાદી પાણીનો નિકાલ થઈ શકશે. 50 હોર્સ પાવર ની 3 મોટર છે. વરસાદી પાણીનો ભરાવો ખીજડીપ્લોટ, છાયા અને બિરલા હોલ પાસે થતો હોય છે તેને માટે આ ત્રણ સ્થળે મોટર મુકવામાં આવશે.

6 પંપિંગ સેન્ટર છે. 4 જેટલી ટીમ છે જેમાં સેનિટેશન ટીમ, ફાયર ટીમ જે રેસ્ક્યુ કરશે, પાણી નિકાલ માટેની અને ડ્રેનેજ ટીમ જે જામ થયેલ ગટરની સફાઈ કરશે, આ ટિમો તૈનાત રહેશે જેથી વરસાદી પાણી ભરાય તો આ ટીમ તુરંત કામગીરી હાથ ધરી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો તાકીદે ઉકેલ લાવશે. ઉપરાંત 6 જેસીબી વાહન છે, 175 જેટલા ડસ્ટબીન છે અને 37 છોટા હાથી વાહન ઉપલબ્ધ છે.

નગર પાલિકાને રૂ. 65 લાખના ખર્ચે બે નવા જેસીબી મશીન મળ્યા
નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂ. 65 લાખના ખર્ચે બે નવા જેસીબી મળ્યા છે, જે શહેરની સ્વચ્છતા સહિત નગરપાલિકા હસ્તકની કામગીરીના ઉપયોગમાં લેવાશે. જેસીબીને પાલિકાના સ્ટોર વિભાગ તેમજ પીજીવીસીએલ કચેરી પાસે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે પ્રમુખ સરજુભાઇ કારીયા, ચીફ ઓફીસર હેંમત પટેલ, સેનીટેશન કમીટી ચેરમેન કૃપાબેન હિતેશ કારીયા, હેલ્થ ઓફીસર ઢાંકીભાઇ, હિતેશભાઇ કારીયા ઉપસ્થિત રહ્યા હતા.

દરરોજ 50 થી 55 ટન કચરો એકઠો થાય છે
હાલ વિવિધ વિસ્તારોમાં ડોર ટૂ ડોર વાહનો જાય છે અને 50 થી 55 ટન કચરો એકત્ર થાય છે જે ઓળદર પડતર ખાણોમાં નિકાલ કરવામાં આવે છે.- ચીફ ઓફિસર

દવાનો છંટકાવ કરાશે
ચોમાસામાં વરસાદી પાણી ખાડા ખાબોચિયામાં ભરાય છે જેથી આવા સ્થળોએ ઓઇલ છાંટવાની કામગીરી થશે. પાણીજન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે દવાનો છંટકાવ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...