સફાઈની માંગ:પોરબંદરમાં વીજ ટ્રાન્સફોર્મર ફેન્સીંગ બની લોકોની કચરાપેટી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલીક ફેંસિંગ તૂટેલી હાલતમાં, મેન્ટેનન્સ ન થતા ફેંસિગ ખુલ્લી રહે છે
  • આગામી સમયમાં અહીં મેન્ટેનન્સ કામગીરી કરાશે : તંત્ર

પોરબંદરમાં પીજીવીસીએલની મોટાભાગની ટ્રાન્સફોર્મર ફેંસિંગમાં કચરાના ગંજ ખડકાયા છે તો કેટલીક ફેંસિંગ તૂટેલી હાલતમાં નજરે ચડે છે. મેન્ટેનન્સ ન થતા ફેસિંગ ખુલ્લી રહે છે. પોરબંદરમાં ઠેરઠેર ટ્રાન્સફોર્મર આવેલ છે. આ ટ્રાન્સફોર્મરનું ન્યુટ્રલ અર્થ કરેલ હોય અને અર્થીંગ થી જમીનમાં તેમજ ચોમાસામાં લીકેજ કરંટ ફ્લો થાય તો ઢોરને શોક લાગવાની સંભાવના રહેતી હોય છે.

લિકેજના કારણે કેટલાક પશુઓ મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે પશુઓને શોક ન લાગે તે માટે આઇપીડીએસ સ્કીમ હેઠળ 2017-18માં ટ્રાન્સફોર્મર ફેંસિંગ લગાવવામાં આવી હતી. આ ફેંસિંગ ની અવદશા નજરે ચડે છે. જેમાંથી કેટલીક ફેંસિંગ તો તૂટી ગઈ છે. જ્યારે કેટલીક ફેંસિંગ ખુલ્લી હાલતમાં છે અને મોટાભાગની ટ્રાન્સફોર્મર ફેંસિંગમાં કચરાના ગંજ ખડકાઇ ગયા છે.

અંદર વૃક્ષ ઉગી નીકળ્યાં છે. કચરા માંથી દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છર જીવાતોનો ઉપદ્રવ વધી છે. આમ છતાં શટડાઉન હોય ત્યારે પણ મેન્ટેનન્સ કરવામાં ન આવતા આ અવદશા નજરે ચડે છે. જેથી આ ટ્રાન્સફોર્મર ફેંસિંગનું સમયાંતરે સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કચરો ન ઠાલવવા અપીલ
પીજીવીસીએલ તંત્ર દ્વારા જણાવ્યું હતુંકે, લોકો ટ્રાન્સફોર્મર ફેંસિંગમાં અંદર કચરો ઠાલવી જાય છે. આ સ્થળની અંદર લોકોએ કચરો નાખવો ન જોઈએ તેવી અપીલ કરી છે. વધુમાં જણાવ્યું હતુંકે, આ ફેંસિંગની સફાઈ કરવાની જવાબદારી પીજીવીસીએલ તંત્રની છે, આગામી સમયમાં અહી મેન્ટેનન્સ કામગીરી
કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...