વીજચોરી:બળેજ ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પરથી વીજચોરી ઝડપાઇ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ GUVNL પોલીસ મથકના પીઆઇ તપાસ કરશે

બળેજ ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ પર વીજચોરી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ GUVNL પોલીસ મથક ના પીઆઇ તપાસ કરશે. બળેજ ગામે પીજીવીસીએલ તંત્રને વિજલોસ થતો હતો. અને ચોક્કસ બાતમી મળી હતી કે, બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ધમધમે છે તેમજ 11 કેવી લાઈનમાં લંગરીયું નાખી વીજચોરી થાય છે જેથી પીજીવીસીએલ તંત્રની કુલ 5 ટીમ એસઆરપી જવાન અને પોલીસને સાથે રાખી રવિવારે સવારે દરોડો પાડ્યો હતો જેમા એક ગેરકાયદેસર પથ્થરની ધમધમતી ખાણ મળી આવી હતી.

આ ખાણમાં ટ્રાન્સફોર્મર માંથી 11 કેવી લાઇન માંથી ડાયરેકટ લંગરીયું નાખીને 6 ચકરડી વડે ખાણ ચાલતી હતી. આ ગેરકાયદેસર ખાણ ચલાવનાર કેશુ નાગા પરમારને પીજીવીસીએલ તંત્ર દ્વારા 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ વીજચોરી કરનાર કેશુ નાગા પરમાર સામે પીજીવીસીએલ નાયબ ઈજનેર અશોકભાઈ ચોચાએ GUVNL જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીસીટી એક્ટ 2003 અંતર્ગત GUVNL પોલીસ મથક જૂનાગઢ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યાંના પીઆઇ તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરે છે.

અન્ય સમાચારો પણ છે...