જીલ્લાનું નામ રોશન:પોરબંદરની બે દિકરીઓને રાષ્ટ્રીય કક્ષાએ પીસ્તોલ શુટીંગમાં મળ્યું સ્થાન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રાયફલ શુટીંગ એસો. ખાતે તાલીમ મેળવી રહી છે

પોરબંદર શહેરની બે દિકરીઓ જીલ્લા રાયફલ શુટીંગ એસોસીએશન ખાતે તાલીમ લઇ રહી હતી તેમણે હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ શુટીંગમાં સ્થાન મળતા પોરબંદર જીલ્લાનું નામ રોશન કર્યુ છે.તાજેતરમાં ન્યુ દિલ્હી ખાતે 64 મી નેશનલ પીસ્તોલ શુટીંગ સ્પર્ધાનું આયોજન ધ નેશનલ રાયફલ એસો. ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ હતું.

જેમાં પોરબંદરની અલ્પા કેશવભાઇ બાપોદરા એ ઓપન વુમન કેટેગરીમાં ભાગ લીધો હતો જયારે કે અનુવિરસિંગ વિરેન્દ્રસિંગ ચૌહાણએ જુનીયર વુમન 10 મીટર પીસ્તોલ કેટેગરીમાં ભાગ લઇ કવોલીફાઇ સ્કોર કરી ઈન્ડિયન ટીમ ટ્રાયલ માટે કવોલીફાય કર્યું હતું. તેમના કોચ દિવ્યરાજસિંહ રાણાએ પોરબંદર જીલ્લાની પ્રથમ રીનાઉન્ડ ખેલાડીને શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...