બેરેક વધારવાની જરૂરિયાત:પોરબંદરની ખાસ જેલ બંદીવાનોથી ઉભરાઈ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાસ જેલમાં 120ની કેપેસિટી સામે 213 કેદીઓનો સમાવેશ, બેરેક વધારવાની જરૂરિયાત

પોરબંદરની ખાસ જેલ બંદીવાનોથી ઉભરાઈ રહી છે. જેલ ખાતે 120ની કેપેસિટી સામે 213 કેદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેરેક વધારવાની જરૂરિયાત ઉભી થઇ છે. પોરબંદરમાં ખાસ જેલમા કેદીઓની સંખ્યા કેપેસિટી કરતા વધી રહી છે. પોરબંદરની ખાસ જેલમાં 120 કેદીઓની કેપેસિટી સામે 213 બંદીવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોરબંદરની ખાસ જેલમાં દરરોજ બંદીવાનની સંખ્યામાં ફેરફાર થાય છે. બુધવારની સ્થિતિ મુજબ 120ની કેપેસિટી સામે 213 બંદીવાન જેલમાં છે તેવું ખાસજેલના સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બંદીવાનો અંગેનું ડેઇલી લિસ્ટ સરકાર સુધી પહોંચાડવામાં આવે છે. રાજ્યની દરેક જેલમાં કેપેસીટી સામે બંદીવાનોની સંખ્યા વધી છે. પોરબંદરની ખાસ જેલ ખાતે પણ કેપેસિટી સામે વધુ બંદીવાનોને રાખવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, કોરોનાને પગલે મહિલા બંદીવાનને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની ખાસ જેલ ખાતેથી જે મહિલા બંદીવાન આવે છે તેઓને હાલ પણ જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવે છે.

જેથી હાલ આ મહિલા વોર્ડ ખાલી રહેતા આ મહિલા વોર્ડ ખાતે પુરુષ બંદીવાનોને રાખવામાં આવ્યા છે, પરંતુ જ્યારે પોરબંદરની ખાસ જેલ ખાતે મહિલા બંદીવાનને રાખવાનો નિર્ણય લેવામાં આવશે ત્યારે કેદીઓનો સમાવેશ કરવામાં વધુ સમસ્યા સર્જાશે. આથી પોરબંદરની ખાસ જેલમાં બેરેક વધારવામાં આવે તે જરૂરી બન્યું છે.

ખાસ જેલમાં કેદીની સંખ્યા
તા. 16/11 સ્થિતિએ ખાસ જેલમાં 186 કાચાકામના કેદી, 26 પાકા કામના કેદી તેમજ 1 પાસાના કેદી છે. જેમાંથી 39 પાકિસ્તાની કેદી, ડબલ મર્ડરના 11 કેદી ઉપરાંત અન્ય બંદીવાનનો સમાવેશ થાય છે.

હાલ કેટલા બેરેક છે?
પોરબંદરની ખાસ જેલમાં હાલ 17 બેરેક છે અને મહિલા બંદીવાન માટે 2 વોર્ડ છે.

શું કહે છે જેલના સુપ્રિટેન્ડેન્ટ?
જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ છે જેથી 80 જેટલા કેદીઓ માટે જેલના પાછળ ના ભાગે બેરેક વધારવા દરખાસ્ત કરવામાં આવી છે. અહી આધુનિક હોસ્પિટલ, લાયબ્રેરી, કાર્યક્રમ માટેના હોલ સહિત મેડિકલ સુવિધા વધારવા અંગે અગાઉ દરખાસ્ત કરી છે. - પી.એચ. જાડેજા, જેલ સુપ્રિટેન્ડેન્ટ, પોરબંદર

ખાસ જેલ ખાતે 19 જગ્યા ખાલી
પોરબંદરની ખાસ જેલમાં 60 જેટલા મહેકમ સામે 41 જેટલી જગ્યા ભરાયેલ છે જ્યારે 19 જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...