તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્વ:પોરબંદરના પારાવાડાની વિદ્યાર્થીનીએ દોડની સ્પર્ધામાં બાજી મારી, બે ગોલ્ડ મેડલ જીત્યા

પોરબંદર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિમાચલ પ્રદેશમાં 800મી. ની દોડમાં તેમજ રાજકોટ ખાતે 1500 મી.ની દોડમાં પ્રથમ ક્રમે રહી પોરબંદર જીલ્લાનું ગૌરવ વધાર્યુ

પોરબંદર જીલ્લાના પારાવાડા ગામની શાળાની એક વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીયકક્ષાની તેમજ રાજ્યકક્ષાની દોડની બંને સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવીને બે-બે ગોલ્ડ મેડલ મેળવી પોરબંદર જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.પોરબંદર જીલ્લાના પારાવાડા ગામની શ્રી સ્વ.પી.એસ.એમ. ઠકરાર હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી પૂજાબેન બાબુભાઇ લીંબોલા નામની વિદ્યાર્થીનીએ ‘યુથ નવજ્યોતિ સ્પોર્ટસ એસોસીએશન ઓફ ઇન્ડીયા’ દ્વારા ભારત દેશના હિમાચલ પ્રદેશના મનાલી ખાતે ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ૮૦૦ મીટરની દોડમાં પૂજાબેન લીંબોલાએ ભાગ લીધો હતો.

અને આ ૮૦૦ મીટરની દોડમાં પ્રથમ ક્રમ મેળવીને પૂજાબેન લીંબોલાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત પૂજાબેન લીંબોલાએ ‘ધ એસોસીએશન ઓફ ટ્રેડીશ્નલ યુથ ગેમ એન્ડ સ્પોર્ટસ ઓફ ઇન્ડીયા’ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ ખાતે ગત જાન્યુઆરી માસમાં યોજાયેલી ૧૫૦૦ મીટરની દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ ૧૫૦૦ મીટરની દોડમાં પણ પૂજાબેને પ્રથમ ક્રમાંકે રહીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ રાષ્ટ્રીયકક્ષા તથા રાજ્યકક્ષાની દોડની સ્પર્ધાઓમાં ભાગ લઇને પૂજાબેન લીંબોલાએ ૨-૨ ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર પોરબંદર જીલ્લાનું નામ રોશન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો