ગૌરવ:પોરબંદરની 8 વર્ષની દીકરીએ માત્ર 4: 15 મિનીટમાં 101 યોગા નામ સાથે કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 યોગા કરી રેકોર્ડ બનાવ્યો - Divya Bhaskar
પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 યોગા કરી રેકોર્ડ બનાવ્યો

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી પ્રિન્સી મહેશભાઈ જેઠવા નામની 8 વર્ષની દીકરીએ યોગા ક્ષેત્રે 2 રેકોર્ડ બનાવ્યા છે. પોરબંદરમાં માત્ર 8 વર્ષની પ્રિન્સીએ વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રિન્સીએ કરછ ભુજના યોગા ટ્રેનરનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

ભુજના યોગ ટ્રેનરે 10 મિનિટમાં 73 યોગ કરી રેકોર્ડ બનાવ્યો હતો જે પોરબંદરની માત્ર 8 વર્ષની પ્રિન્સીએ 4 મિનિટ અને 15 સેકન્ડમાં 101 યોગા નામ સાથે કરી ભુજના ટ્રેનરનો જૂનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત પ્રિન્સીએ પાણી ભરેલા ટબમાં 1 મિનિટમાં 30 જેટલા જુદાજુદા યોગા કરી રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રિન્સીને આ રેકોર્ડસ બદલ સર્ટિફિકેટ તેમજ મેડલ આપી સન્માનિત કરી હતી. યોગા ટ્રેનર માનસી નારણકાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સી તૈયાર થઈ હતી.