તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનના ચેપથી જિલ્લો બાકાત:પોરબંદર ભારત-બંધમાં નહીં જોડાય : કૃષિ કાયદાના વિરોધમાં અપાયેલા બંધને પોરબંદરની આર્થિક સંસ્થાઓનો ટેકો મળ્યો નથી

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા બજારમાં સૂત્રોચ્ચાર કરાયા - Divya Bhaskar
કોંગ્રેસ દ્વારા બજારમાં સૂત્રોચ્ચાર કરાયા
 • જીઆઇડીસીના તમામ ઓદ્યોગિક એકમો, માર્કેટીંગ યાર્ડ, શહેરની મુખ્ય બજારો તેમજ તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે

દેશભરમાં કૃષિ કાયદાને લઇને ટકરાવ ચરમ પર જોવા મળી રહ્યો છે. ચારે બાજુ ખેડુતો આ કાયદો પાછો ખેંચવાની માંગને લઇને અડગ છે અને કાયદાના વિરૂધ્ધમાં આજે ભારત-બંધની જાહેરાત પણ કરી છે, ત્યારે આ આંદોલનના ચેપથી પોરબંદર જિલ્લો બાકાત હોય તેમ જિલ્લામાં વિપક્ષ કોંગ્રેસ સિવાય કોઇએ બંધને ટેકો જાહેર કર્યો નથી.

કૃષિ કાયદાને લઇને આજે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ પક્ષને બાદ કરતા કોઇપણ વ્યાપારીક સંસ્થાએ આજે પોરબંદરમાં બંધને ટેકો જાહેર કર્યો નથી. બંધને ટેકો ન મળતા પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પણ બંધને સમર્થન આપ્યુ નથી, જેના કારણે પોરબંદર જિલ્લામાં આવેલ મુખ્ય બજારોની તમામ દુકાનો અને ધંધા-રોજગારો ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યુ છે. તેવી જ રીતે પોરબંદર માર્કેટીંગ યાર્ડ દ્રારા બંધને ટેકો જાહેર ન કરવામાં આવતા પોરબંદર માર્કેટીંગ યાર્ડ પણ આજે ખૂલ્લુ રહેશે અને ત્યાં રાબેતા મુજબની કામગીરી થશે તેવું માર્કેટીંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતુ. પોરબંદર જીઆઇડીસી એસોસીએશન દ્રારા પણ ભારત-બંધને સમર્થન ન આપીને ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાનું જણાવતા પોરબંદર જીઆઇડીસીના તમામ ઔદ્યોગિક એકમો પણ આજે રાબેતા મુજબ કાર્યરત રહેશે. આ ઉપરાંત તમામ સરકારી કચેરીઓ પણ રાબેતા મુજબ કાર્યરત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવ્યા છે. આમ આજે ભારત બંધના એલાનને પોરબંદરમાં સંપૂર્ણપણે ટેકો નહી મળે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળી રહ્યુ છે.

કોંગ્રેસ દ્વારા બજારમાં સૂત્રોચ્ચાર કરાયા
ભારત-બંધને સમર્થન આપવા અને પોરબંદરને બંધ રાખવા ગઇકાલે જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા મુખ્ય બજારોમાં સૂત્રોચારો કરાયા હતા અને લોકોને બંધને ટેકો આપવા અપીલ કરવામાં આવી હતી.

પોલીસનો લોખંડી સુરક્ષા જાપ્તો રહેશે
પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા ૪ થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધિત જાહેરનામુ ફરમાવવામાં આવ્યુ છે, તેનો ભંગ કરનારની સામે તેમજ બળજબરીથી બંધ કરાવનારાઓને કાયદાના પાઠ ભણાવવા માટે પોરબંદર જીલ્લા પોલીસ દ્રારા જિલ્લાની ૬ ચેકપોસ્ટ તથા શહેરના ૭ થી ૮ મુખ્ય પોઇન્ટ તેમજ એપીએનસી, માર્કેટ અને મગફળી ખરીદી કેન્દ્ર જેવા સ્થળો પર ઓછામાં ઓછો ૫ થી ૬ પોલીસનો જાપ્તો રહેશે અને વહેલી સવારના ૫:૦૦ વાગ્યાથી પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો