નિર્ણય:પોરબંદરથી સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન તા. 20થી 22મે સુધી રદ કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખડગપુર સ્ટેશન પર નોન ઇન્ટર લોકિંગનું કામ થતાં સંપૂર્ણપણે ટ્રેન રદ કરાઈ

પોરબંદરથી સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન તા 20 થી 22મે સુધી રદ કરાઈ છે. દક્ષિણપૂર્વીય રેલવે સ્થિત ખડગપુર સ્ટેશન પર નોન ઇન્ટર લોકિંગનું કામ થતાં સંપૂર્ણપણે ટ્રેન રદ કરાઈ છે. પોરબંદર સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન તા ૨૦થી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે. ભાવનગર પરા રેલવે વિભાગના વાણિજ્ય પ્રબંધક મંડળ દ્વારા આ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

પશ્ચિમ રેલવે વિભાગ ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોરબંદર સાંતરાગાછી- પોરબંદર (12949- 12950) દક્ષિણ પૂર્વીય રેલવે સ્થિતિ ખડગપુર સ્ટેશન પર નોન ઇન્ટર લોકિંગનું કામ માટે લેવામાં આવેલ બ્લોકને કારણે સંપૂર્ણપણે ટ્રેન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદરના યાત્રિકો અને વેકેશન દરમિયાન પ્રવાસીઓની અવરજવર રહે છે ત્યારે આ ટ્રેન રદ કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનમાં સિનિયર સીડીએમ માસુક અહમદએ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આગામી તારીખ 20 મેથી 22 મે સુધી પોરબંદર સાંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. આમ મુસાફરોને રેલવેની સુવિધાનો લાભ ત્રણ દિવસ સુધી મળશે નહીં. ખડગપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામના કારણે સંપૂર્ણપણે ટ્રેન રદ કરાઇ હોવાનું નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...