તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:પોરબંદર ટીબી હોસ્પિટલને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ અપાશે

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર ગુજરાત રાજયમાં માત્ર પાંચ ટીબી હોસ્પિટલ એવોર્ડ માટે સિલેક્ટ કરાઈ
 • 2015ની સરખામણીએ 2020માં ટીબીના કેસમાં 20 ટકા નો ઘટાડો

પોરબંદર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે 2020મા ટીબીના નિયંત્રણ માટે કરવામાં આવેલી કામગીરીની નોંધ લેવામાં આવી છે. પોરબંદર જિલ્લાને શ્રેષ્ઠ કામગીરી બદલ અને ટીબીના કેસોના ઘટાડા માટે લેવાયેલા પગલા બદલ એવોર્ડ આપવામાં આવશે. જિલ્લા કલેકટર ડી.એન. મોદીએ જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપ્યા છે.

સ્ટેટ ટીબી ડિવિઝન દ્વારા પોરબંદર જિલ્લાનુ નામ સબ નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ ટીબી ડીવીઝનને મોકલવામાં આવ્યુ હતુ. દિલ્હી સ્થિત સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા NIE અને IAPSM ની ટીમ દ્વારા પોરબંદર જીલ્લા માં સર્વે હાથ ધરાયો હતો. જેમાં 2015 ની સરખામણી એ 2020માં જિલ્લા માં ટીબીના કેસો માં 20 ટકા નો ઘટાડો સામે આવ્યો હતો.

આથી ટીબી ડીવીઝન દ્વારા પોરબંદરની ટીબી હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે, જે ટૂંક સમયમાં જ આપવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજયમાં માત્ર પાંચ ટીબી હોસ્પિટલઆ એવોર્ડ માટે સિલેક્ટ કરાઈ છે. જેમાં પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા,બોટાદ,મહેસાણા અને રાજકોટ ની ટીબી હોસ્પિટલ નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો