કાર્યક્રમ:પોરબંદરના વિદ્યાર્થીઓએ મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ન કરવા સંકલ્પ કર્યો

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ વગરના વિશ્વને મોબાઈલ સાથેના વિશ્વ વિષય પર વિચાર ગોષ્ઠી કરી

પોરબંદર શહેરમાં આવેલ વિ જે મોઢા કોલેજના બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ વગરના વિશ્વને મોબાઈલ સાથેના વિશ્વ પર વિચાર ગોષ્ટી કરી હકારાત્મક અને નકારાત્મક મત વ્યક્ત કર્યો હતો. મોબાઇલ અને ટેકનોલોજીને કારણે થતા લાભ તથા ગેરલાભ અનુસંધાને વૈચારિક ચર્ચા કરાઈ હતી. કોરોના કાળ દરમિયાન સતત ઘણા મહિનાઓ સુધી મળેલ ઓનલાઇન શિક્ષણના કારણે તે જરૂરિયાત સ્વરૂપે ઉપયોગમાં લીધેલ ટેકનોલોજી અને મોબાઈલ ફોન આશીર્વાદ સમાન હતા, તે જ મોબાઇલ ફોનના બાળકો હવે વ્યસની બની ગયા છે તે બાબત હવે દરેક માતા-પિતા માટે એક પ્રશ્ન બની ગઇ છે.

જેના અનુસંધાને મોઢા કોલેજમાં કોમર્સ વિભાગના બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા, મોબાઈલ અને ટેકનોલોજીને કારણે થતા લાભ અને તેના લીધે થતા નુકશાનની ચર્ચા થઈ હતી. નવા વર્ષે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ નહીં કરવાના સંકલ્પ લીધા હતા, મોબાઇલના ઉપયોગના લીધે બિન જરૂરી સમય વેડફાઈ જાય છે, સાથોસાથ મોબાઇલના ઉપયોગથી જીવનની ઘણી બાબતો સરળ અને સુંદર બને છે તેવો વિદ્યાર્થીઓએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ તકે મોઢા કોલેજના ટ્રસ્ટી વલ્લભભાઈ મોઢા, ડોક્ટર રમેશભાઈ મોઢા, નરસિંહભાઈ ગોહિલ, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઇ થાનકી વગેરેએ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ યોજવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...