જિલ્લાનું નામ રોશન કર્યું:હિમાચલ પ્રદેશમાં કુડોનેશનલ ચેમ્પિયન શિપમાં પોરબંદરના છાત્રોએ મેદાન માર્યું

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી પોરબંદર જિલ્લાનું નામ રોશન કર્યું

હિમાચલ પ્રદેશમાં કુડોનેશનલ ચેમ્પિયન શિપમાં પોરબંદરના છાત્રોએ મેદાન માર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી છાત્રોએ જિલ્લાનું નામ રોશન કર્યું છે.તાજેતરમાં હિમાચલ પ્રદેશના સોલન શહેરમાં ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા આયોજિત 12મી કુડો નેશનલ ટુર્નામેન્ટ 2022માં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન પોરબંદરના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા, જેમાં જુદી જુદી એઇજ અને વેઇટ કેટેગરીમાં રાધિકા સુરેશભાઈ દવે અને જયેશ દેવશીભાઈ ખેતરપાલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.

જ્યારે દ્વિતીય કુડો નેશનલ ચેમ્પિયનશિપ 2022માં પણ પોરબંદરની વિદ્યાર્થીની રાધિકા સુરેશભાઈ દવેએ સિલ્વર મેડલ તેમજ પાર્થ વિક્રમજીભાઈ ઓડેદરાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પોરબંદરનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. આ વિશેષ સિદ્ધિ માટે વિવિધ માર્શલ આર્ટસના નિષ્ણાત અને કુડો એસોસિએશન પોરબંદરના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણી, મહેશ મોતીવરસ,સુનિલ ડાકી, અંજલિ ગંધરોકીયાએ દરેક વિદ્યાર્થીઓને તેમના માતાપિતા - તેમજ શાળાના પ્રિન્સીપાલોને શુભેચ્છા પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...